રિપોર્ટ: અનુજ ઠાકર.
ગુજરાત રાજ્ય સંગીત નાટક એકેડેમી ના આર્થિક સહયોગથી, 17 ઓગસ્ટ રવિવારે સાંજે ચારથી સાત દરમિયાન, ગુજરાતના નામાંકિત કલાકાર, ગૌરવ પુરસ્કૃત કલાકાર રસીકરાજ બારોટના લોક ડાયરા નો ભવ્ય કાર્યક્રમ યોજવામાં આવ્યો છે.
આ કાર્યક્રમ આમંત્રિતો માટે છે જેની નોંધ લેવી .આ કાર્યક્રમમાં મણીરાજ બારોટના લોકપ્રિય ગીતો તથા ઉત્તર ગુજરાતના લોકપ્રિય ગીતોનો કાર્યક્રમ રજૂ થશે .
આવો કાર્યક્રમ ભાગ્યે જ જોવા મળતો હોય છે. આ સુંદર કાર્યક્રમના આયોજન માટે સંગીત નાટક એકેડેમી ને લાખ લાખ ધન્યવાદ. આ કાર્યક્રમમાં ગુજરાત રાજ્યના ભૂતપૂર્વ મુખ્ય સચિવ શ્રી પી કે લહેરી સાહેબ, કોર્પોરેટર સર્વશ્રી પારુલબેન દવે, નીરવભાઈ બક્ષી તથા ભાજપા સાંસ્કૃતિક સેલના અધ્યક્ષ શ્રી જનક ઠક્કર ખાસ ઉપસ્થિત રહેવાના છે.