જિંદગી નું સરવૈયું
આપણી આસપાસ ઘણા સંબંધો હોય છે વ્યક્તિને જન્મની સાથે જ એક વસ્તુ વારસાગત રૂપે ફ્રી અને સહેલાઈથી મળે છે એ સબંધ પણ આ સબંધ કેવો રાખવો અને કેવી રીતે બનાવવો તે વ્યક્તિની આવડત ઉપર છે.
સબંધમાં સહજતા રાખવી બહુ મુશ્કેલ છે જે અત્યારના યુગલોમાં જોવા નહીં મળતી પણ વધતી મુશ્કેલીઓ જોવા જરૂર મળે છે આજકાલના સંબધો સ્માર્ટફોન જેવા છે જે નવી અપડેટ્સ આવે એટલે તરત જ બદલાય જાય છે અને સાથે નવા ફેરફારમાં ભળી દે છે જૂનું હોય તેને પાછળ કરી દે છે પણ આવું તો ના જ કરાય દોસ્તો ગમે એટલો સમય બદલાય કે દાયકો બદલાય પણ આપણી સભ્યતા ન બદલાવવી જોઈએ જે સબંધ આપણને જન્મજાત સાથે મળે છે એનો બહિષ્કાર અથવા ત્યાગ કરીને શું નવું રૂપ ધારણ કરવાના છો? અને શું તમારી જનેતા કે માવતરના ઘડતરને અલગ કરી શકશો કે પછી એજ ઘડતરથી જિંદગીની નવી દીવાલ ચણશો.
આ દુનિયામાં બધા સંબંધો કાંઈક ને કાંઈક માંગશે જ લગ્ન કરો કે દોસ્તીમાં પણ નિઃસ્વાર્થ ભાવ તો આવી જાય છે.ગમે એટલા મોટા કે પાકા સબંધ કેમ ના હોય પણ એમાં સ્વાર્થ તો હોય છે એમાં આજકાલના સબંધ સમય સાથે વ્યક્તિને પણ જોઈ છે જો વ્યક્તિ સારા ઘરનો કે પૈસાવાળો હોય તો તેની સાથે જ રહેશે અને એના કહ્યા બધા બોલ ઝીલશે.
જ્યારે આજકાલના લગ્ન ભલે 5 વર્ષ કે 3 વર્ષના અનુભવ પછી લવ મેરેજ કરે પણ એની પાસે શું છે એ બધું બરાબર છે કે નહીં તે જાણીને એની સાથે લાંબો સમય પસાર કરશે અને પછી લગ્ન કરશે અને પરિવાર પણ ન માને લગ્ન માટે તો વિરુદ્ધ જઈ લગ્ન કરી લેશે પછી થોડા સમય પછી પરિવાર દીકરાઓ માટે હા ભરી દેશે દીકરાને ગમ્યું એ ખરું એમ કહીને.પરંતુ પરિવારની મંજૂરીથી અથવા એમની પસંદથી થયેલ લગ્નમાં જો કોઈ ભૂલ થઈ જાય અથવા તૂટે તો દિકરાઓની કિસ્મતને દોષ દેશે પણ ભૂલો નહિ શોધે.
ઘણું બધું છે આ સબંધના બંધનમાં પણ સમય ઓછો પડે છે પણ મનનું મંતવ્ય ઘણું વધે છે ફરી મળીશુ.
જય શ્રી કૃષ્ણ
એક વિચાર-માન માંગે એ સબંધ પણ મા કહેને ચહેરો જોઈને આપે એ મા
ગાયત્રી પટેલ
સુરત