Entertainment

રિયા મર્ચન્ટની ડિજી ડ્રીમ કન્સલ્ટન્સીને બિગ એવોર્ડ્સ 2025 માં પ્રતિષ્ઠિત સન્માન

રિપોર્ટ: અનુજ ઠાકર

બેંગલુરુ, સપ્ટેમ્બર 2025 – અમદાવાદની યુવા ઉદ્યોગસાહસિક રિયા મર્ચન્ટે એક અનોખું સિદ્ધિ હાંસલ કરી છે. તેમની સ્થાપિત ડિજી ડ્રીમ કન્સલ્ટન્સી એ પ્રતિષ્ઠિત “બેસ્ટ ઇન્ફ્લુએન્સર માર્કેટિંગ એજન્સી ઓફ ધ યર 2025” એવોર્ડ બિગ એવોર્ડ્સના મંચ પર જીત્યો છે.

રિયા મર્ચન્ટ માત્ર ડિજી ડ્રીમ કન્સલ્ટન્સી જ નહીં, પરંતુ AIC (ઓલ ઇન્ડિયા ક્રિએટર્સ) ઇન્ફ્લુએન્સર્સની સ્થાપક પણ છે – જે આજે દેશભરમાં જાણીતી ડિજિટલ કોમ્યુનિટી બની ચૂકી છે અને ક્રિએટર્સને એક મજબૂત પ્લેટફોર્મ પૂરૂં પાડી રહી છે.

છેલ્લા છ વર્ષમાં, અમદાવાદમાંથી શરૂ થયેલી આ કન્સલ્ટન્સીએ ક્રિએટિવિટી, ઓથેન્ટિસિટી અને અસરકારક ડિજિટલ કેમ્પેઇન્સ દ્વારા પોતાની આગવી ઓળખ ઉભી કરી છે. આજની તારીખે એજન્સી દેશ-વિદેશની અનેક અગ્રણી બ્રાન્ડ્સ સાથે કામ કરી રહી છે અને વિવિધ ક્ષેત્રોના યુવા ક્રિએટર્સને આગળ વધવા માટે સશક્ત બનાવી રહી છે.

એવોર્ડ અંગે પોતાની ભાવના વ્યક્ત કરતાં રિયા મર્ચન્ટે જણાવ્યું:

“આ એવોર્ડ અમારી ટીમના વિશ્વાસ, મહેનત અને અનોખી દૃષ્ટિનું પ્રતિબિંબ છે. ડિજી ડ્રીમ કન્સલ્ટન્સી અને AIC માં અમારી વિચારધારા હંમેશાં રહી છે – ‘ઇન્ફ્લુએન્સ વિથ ઇમ્પૅક્ટ’. આ માન્યતા અમને આગામી સમયમાં ઇન્ડસ્ટ્રીમાં વધુ ઊંચા બેન્ચમાર્ક્સ ગઢવા માટે પ્રેરણા આપશે.”

આ સિદ્ધિ માત્ર રિયા મર્ચન્ટ માટે જ નહીં, પરંતુ અમદાવાદ શહેર અને તેમની વધતી ક્રિએટર્સ કોમ્યુનિટી માટે પણ ગૌરવનો ક્ષણ છે. ડિજી ડ્રીમ કન્સલ્ટન્સી હવે ભારતની અગ્રણી ઇન્ફ્લુએન્સર માર્કેટિંગ એજન્સીઓમાં પોતાની સ્થિતિ વધુ મજબૂત બનાવી રહી છે.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

1 of 63

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *