( 23 માર્ચ 2023 બુધવાર રાષ્ટ્રીય શહીદ દિવસ કવિતા ના માધ્યમથી શ્રધ્ધાંજલિ )
23 માર્ચ 2023 બુધવારના રોજ વહેલી સવારે 8.30થી 10.15 વાગ્યા સુધી ઓનલાઇન કવિ સંમેલન કાર્યક્રમ ચાલ્યો મુખ્ય મહેમાન મહાત્મા ગાંધી સાહિત્ય સેવા સંસ્થા રાષ્ટ્રીય અધ્યક્ષ ડૉ. ગુલાબચંદ પટેલ ગાંધીનગર થી ઉપસ્થિત રહ્યા હતા. મહાનુભાવો નું પુષ્પવર્ષાથી સ્વાગત પ્રીતિ પરમાર પ્રીત સંસ્થા સેક્રેટરી દ્વારા તેઓનો પરિચય અદયક્ષ શ્રી શૈલ દ્વારા આપવા માં આવ્યો સરસ્વતી વંદના ઉષા દાવડા દ્વારા કરવામાં આવી કુલ 41 કવિયત્રીઓ એ પોતાની રચનાઓ પડદા પર મુકી હતી.
વોટશોપ ગ્રુપ 387થી ખીચોખીચ ભરેલ હતો. ચાલુ કાર્યક્રમમાં ડો.શૈલેષ વાણિયા શૈંલ સંસ્થા પ્રમુખ દ્વારા ડિજિટલ પ્રમાણપત્ર નું વિતરણ કરવામાં આવ્યું હતું કાર્યક્રમ ના અંતે આભારવિધિ શ્રીમતી ફોરમ આર. મહેતા દ્વારા કરવામાં આવી હતી આ પ્રસંગે , ગુજરાત, મહારાષ્ટ્ર. ઉત્તર પ્રદેશ છત્તીસગઢ. રાજસ્થાન મધ્ય પ્રદેશ. ઓડિશા. કર્ણાટક, દિલ્હી બિહાર વગેરે રાજ્યોની કવિયત્રીઓ એ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો .રાષ્ટ્ગાન મધુબેન રાઠોડ દ્વારા રજૂ કરવામાં આવ્યું હતું શહીદો ને કવિતા ના માધ્યમ થી અશ્રુભની શ્રધ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી ભારત માતા ની જય નાદ સાથે છૂટા પડ્યા.