Entertainment

સંઘવી એન્ડ સન્સ’: પિતા-પુત્રના સંબંધોની હ્રદયસ્પર્શી કહાણી કાલે સિનેમાઘરોમાં

રિપોર્ટ અનુજ ઠાકર.

ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં એક પછી એક નવા અને સશક્ત વિષયો પર આધારિત ફિલ્મો આવે છે. આવતીકાલે એટલે કે 18 જુલાઈના રોજ રિલીઝ થનારી ફિલ્મ ‘સંઘવી એન્ડ સન્સ’ એ તેવી જ એક કસોટી છે, જે કુટુંબના તાણાવાણાં, પિતા-પુત્રના સંબંધો અને આધુનિક યુગમાં પરિવારમાં આવતી કિંજલતીને આધારે રચાયેલ છે.

ફિલ્મમાં મુખ્ય ભૂમિકા સંભાળી છે વરિષ્ઠ અભિનેતા મનોજ જોષી, જાણીતા ટીવી કલાકાર હિતેન તેજવાણી અને ગુજરાતના લોકપ્રિય કલાકાર ગૌરવ પાસવાલાએ. ફિલ્મના ટ્રેલરે દર્શકોમાં જિગ્યાસા ઊભી કરી છે અને ફિલ્મનું ગીત ‘વરઘોડો’ લોકપ્રિયતા તરફ દોડી રહ્યું છે. ગીતના ગાયક છે જિગ્નેશ કવિરાજ અને સંગીત છે કેદાર-ભાર્ગવનું – આ ગીત વેડિંગ સિઝનમાં ખાસ યાદગાર બનશે એ નક્કી છે.

ફિલ્મની કહાણી નાયક નવનીત રાય સંઘવીના પરિવારની છે. તેમના બે પુત્રો – અસ્મિત અને આદિત્ય – પિતાની આજ્ઞાને શીશોપર માને છે, પણ ત્યારે ભંગ થાય છે જ્યારે આદિત્ય પરિવારના બિઝનેસથી અલગ થવાની ઈચ્છા વ્યક્ત કરે છે. પિતા પુત્ર વચ્ચે થતી તકલીફો, મતભેદો અને સંઘર્ષ કેવો વળે છે એ જોઈને દર્શકોની આંખ moist થવી એ એક શક્યતા છે.

ચંદ્રેશ ભટ્ટ દ્વારા દિગ્દર્શિત આ ફિલ્મની રચનામાં ખાસ ધ્યાન રાખવામાં આવ્યું છે કે દરેક પાત્ર પોતાનું મહત્વ ધરાવે. ચંદ્રેશે જણાવ્યું હતું કે, “આજના સમયમાં નાતાં અને સંબંધો પાછળ રહી ગયા છે, પણ કોરોનાકાળે આપણને શીખવાડી દીધું કે જીવનમાં સૌથી મૂલ્યવાન કંઈ હોય તો એ છે પરિવાર.”

ફિલ્મના નિર્માતા તરીકે રાજુ રાયસિંઘાની, આકાશ દેસાઈ, અંકુર અઢિયા, હિત દોશી, સંજય ભટ્ટ અને આનંદ ખમાર જોડાયા છે, જ્યારે જાણીતા પત્રકાર આશુ પટેલ ફિલ્મના ક્રિએટિવ પ્રોડ્યુસર તરીકે જોડાયેલા છે. ફિલ્મમાં કોમલ ઠક્કર, ધર્મેશ વ્યાસ, નિસર્ગ ત્રિવેદી સહિત કુલ 35 જેટલા કલાકારોએ પોતપોતાનું યોગદાન આપ્યું છે.

‘સંઘવી એન્ડ સન્સ’ એક મલ્ટીસ્ટારર અને મેગા બજેટ ફિલ્મ છે, જે માત્ર મનોરંજન જ નહીં, પણ ભાવનાત્મક સંદેશ પણ આપે છે – પરિવાર, સંબંધો અને સમજદારીનું મહત્વ.

જો તમારું પણ મન છે કોઈ આવી સંવેદનશીલ અને સંસારિક વાર્તા જોવા, તો આવતીકાલે નજીકના સિનેમાઘરમાં જરૂર જુઓ ‘સંઘવી એન્ડ સન્સ’ – એક વાર્તા આપણી બધાની.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

શસ્ત્ર નહીં, શાસ્ત્રોથી લડતી રાષ્ટ્રભક્તીની સંઘર્ષમય સ્ટોરી એટલે ગુજરાતી ફિલ્મ ‘વિશ્વગુરુ’

રિપોર્ટ: અનુજ ઠાકર વિચારોથી લડાતી લડતને સમર્પિત ફિલ્મ ‘વિશ્વગુરુ’, માત્ર એક…

1 of 61

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *