Entertainment

વરિષ્ઠ પત્રકાર સતીશ સોની અને પ્રદ્યુમન કાપડિયાને હાર્દિક જી હુંડિયા દ્વારા સ્ટાર અમૃત સન્માનથી સન્માનિત કરાયા

માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભારત આઝાદીના 75માં અમૃત મહોત્સવની ઉજવણી કરી રહ્યું છે. આ પ્રસંગે, સ્ટાર રિપોર્ટ મેગેઝિનના સ્થાપક હાર્દિક જી હુંડિયા દ્વારા દેશની 75 મહાન હસ્તીઓને *સ્ટાર અમૃત સન્માન* થી સન્માનિત કરવામાં આવી રહ્યા છે. તેની શરૂઆત મહારાષ્ટ્રના પૂર્વ રાજ્યપાલ મહામહિમ શ્રી ભગતસિંહ કોશ્યારીના હસ્તે ડાયમંડ કિંગ ભરતભાઈ શાહને સ્ટાર અમૃત સન્માનથી સન્માનિત કરીને કરવામાં આવી છે.

આજ  શૃંખલામાં છેલ્લા 37 વર્ષથી ભારતીય પત્રકારીત્વમાં પોતાની કલમથી તટસ્થ સમાચારો પ્રકાશિત કરીને રાષ્ટ્ર માટે પોતાનું સર્વશ્રેષ્ઠ યોગદાન આપનાર વરિષ્ઠ પત્રકાર સતીશ સોની અને ભારતીય સિનેમાના સમાચારો પ્રકાશિત કરીને પોતાનું આગવું યોગદાન આપનાર વરિષ્ઠ પત્રકાર ડૉ. પ્રદ્યુમ્ન છેલ્લા 47 વર્ષથી પ્રદ્યુમન કાપડિયાને તેમના આપેલ યોગદાન માટે સુવર્ણ પુષ્પ, તિરંગા ઉપવસ્ત્ર, સ્ટાર અમૃત સન્માન સન્માન પત્રથી સ્ટાર રિપોર્ટ મેગેઝિનના સંસ્થાપક  હાર્દિક હુંડિયા દ્વારા સ્ટાર રિપોર્ટ મેગેઝિનની ઓફિસમાં સન્માનિત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે જેટ ટેક કંપનીના દર્શિલ કોઠારીએ આ બંને મહાનુભાવો ને સુવર્ણ પુષ્પોથી સન્માનિત કર્યા હતા.

અંબાજી પ્રહલાદ પૂજારી

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

1 of 54

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *