રિપોર્ટ: અનુજ ઠાકર.
ગુજરાતની સંસ્કૃતિમાં નવરાત્રી માત્ર ઉત્સવ નથી, પરંતુ શ્રદ્ધા, સંગીત, નૃત્ય અને સામૂહિક આનંદનો એક ભવ્ય મેળો છે. છેલ્લા ચાર વર્ષથી શેરિ ગરબા એ આ પરંપરાને આધુનિકતાની સાથે જોડીને એક અનોખો અનુભવ સર્જ્યો છે. પ્રીમિયમ અને વિશાળ આયોજનો દ્વારા, શેરિ ગરબાએ યુવાનો થી લઈને પરિવારો સુધી સૌને આકર્ષ્યા છે.
૨૦૨૫માં, શેરિ ગરબા મહોત્સવ એક નવા સ્વરૂપ સાથે પ્રસ્તુત થઈ રહ્યો છે. ૨,૦૦,૦૦૦+ ચોરસ યાર્ડ વિસ્તારમાં ફેલાયેલા આ ભવ્ય સ્થળ પર ત્રણ અલગ-અલગ ગરબા ઝોનની રચના કરવામાં આવી છે, જેથી દરેક પ્રકારના ગરબા રસિકોને પોતાના મનપસંદ અંદાજે ઝૂમવાની તક મળે.
ત્રણ અલગ ઝોન – એક સ્થળે અનોખો અનુભવ
“ધ ચોક” – ઓરિજિનલ મંડળી : પરંપરાગત ગરબા રસિયાઓ માટે ખાસ, રાત્રે ૯ વાગ્યાથી શરૂ થશે.
“આર્ટિસ્ટ ગરબા ગ્રાઉન્ડ” : જાણીતા કલાકારોના સંગીત પર ઝૂમવાનો આનંદ, રાત્રે ૯ થી ૧૨ સુધી.
ટેકનો ગરબા ગ્રાઉન્ડ” : આધુનિક સંગીતના તાલે નૃત્યનો જુદો જ અનુભવ, રાત્રે ૧૨ વાગ્યા બાદથી.
મનોરંજનના નવા પરિમાણો
મહોત્સવ માત્ર ગરબા પૂરતો મર્યાદિત નથી, પરંતુ મુલાકાતીઓને સર્વાંગી અનુભવ મળે તે માટે વિશેષ ઝોન પણ બનાવવામાં આવ્યા છે:
આર્ટ એન્ડ એક્સપિરિયન્સ ઝોન
ફૂડ ઝોન – વિવિધ સ્વાદનો ભંડાર
ફળી માર્કેટ – ખરીદી અને શોપિંગ માટે
રિલેક્સેશન ઝોન – આરામ માટેની વ્યવસ્થા
ફન ફેર અને કિડ્સ પ્લે એરિયા – નાનકડાંઓ માટે આનંદનું કેન્દ્ર
વિશાળ ક્ષમતા, વિશાળ આયોજન
આ મહોત્સવમાં એકસાથે ૨૫,૦૦૦+ લોકોની હાજરી શક્ય છે, જે તેને ગુજરાતના સૌથી મોટા નવરાત્રી આયોજનોમાં સ્થાન અપાવે છે.