વિશ્વા કુંચાલા ની વાત કરીએ તો બાળપણ થી જ સંગીત સાથે ભણતર મળ્યું. પિતા શ્રી રઘુવીર કુંચાલા ના માર્ગદર્શન હેઠળ સંગીત શિક્ષણ મળ્યું. કલા જગત માં દાદા શ્રી નરહરદાન કુંચાલા નો વારસો સાચવતાં સંગીત જગતમાં એક આગવી ઓળખ ઉભી કરવામાં સફળ રહ્યા છે.
વિશ્વા કુંચાલા ની સંગીતની સફર વર્ષ ૨૦૦૪ માં શરૂ થઈ. પહેલીવાર વર્ષ ૨૦૦૭માં નવરાત્રી માટે પિતા શ્રી રઘુવીર ભાઈનાં માર્ગદર્શન હેઠળ દુબઈ નાં પ્રવાસે કારકિર્દી ને એક નવી જ ઉંચાઈ અપાવી.
વર્ષ ૨૦૦૭ થી દુબઈ,મસ્કત,લંડન, અને અમેરિકા જેવા અનેક દેશો ની ધરતી ઉપર નવરાત્રી જેવાં પવિત્ર તહેવારની ઉજવણી કરી રહ્યા છે. ચારણ ગઢવી સમાજ ગૌરવ લઈ શકે એવી વાત એ છે કે આ વર્ષે ત્રીજી વખત નવરાત્રી ના પાવન પર્વ માં વિદેશ માં અમેરીકા જેવા દેશ માં લોક ગાયિકા નવરાત્રી દરમિયાન પોતાના સુ-મધુર કંઠે વિદેશમાં વસતા તમામ ગુજરાતીઓને ગરબાનાં તાલે જુમાવી રહ્યા છે.
વિશ્વા કુંચાલા આકાશવાણી-દુરદર્શન માં B-ગ્રેડ ના કલાકાર તરીકે ખુબ નાની ઉંમરે પદવી મેળવી ચૂક્યા છે. વિશ્વા કુંચાલા આખા વર્ષ દરમ્યાન સૌરાષ્ટ્ર ગુજરાત કચ્છ કાઠિયાવાડમાં ડાયરા,લગ્નગીત અને ગરબા ના પ્રોગ્રામ થી ચાહક વર્ગ માં આગવી ઓળખ ઉભી કરવામાં સફળ રહ્યા છે.
વિશ્વા કુંચાલા સંગીત કલા જગત સાથે સંકળાયેલા પરિવાર માંથી આવે છે. ”સંગીત ઘરાના” તરીકે ઓળખાતા કુંચાલા પરિવાર ના મોભી એવા દાદા શ્રી નરહરદાન કુંચાલા ડાયરામાં હાસ્ય કરાવનાર પહેલા કલાકાર હતાં ફઈબા શ્રી ભારતી બેન કુંચાલા ગઢવી સમાજમાં પહેલા મહિલા કલાકાર તરીકે સફળ રહેલા. અને પિતા શ્રી રઘુવીર કુંચાલા એવાં અષાઢી કંઠના માલિક,જેઓ છેલ્લા ૪૦ વર્ષ થી દેશ-વિદેશમાં કુંચાલા પરિવારનું નામ લોક સંગીત દ્વારા રોશન કરવામાં સફળ રહ્યાં.
આકાશવાણી-દુરદરશન માં “A-ગ્રેડ” ની પદવી ધરાવનાર કલાકાર તરીકે ખુબ નાની ઉંમરે શ્રી રઘુવીર કુંચાલા નાં નામની પસંદગી કરવામાં આવી હતી.
વર્ષ ૨૦૧૪,ગૌરવ પુરસ્કારથી સન્માનીત શ્રી રઘુવીર કુંચાલા ગુજરાતી ૧૦૦ થી વધારે ચલચિત્રો માં પાર્શ્વગાયક તરીકે એવોર્ડ મેળવી ચૂક્યા છે. વિશ્વા કુંચાલા કહે – આજે હું જે કંઈ પણ છું, તે પૂરો શ્રેય મારા દાદા શ્રી નરહદાન કુંચાલાનાં આશીર્વાદ અને પિતા શ્રી રઘુવીર કુંચાલા ની મહેનત ને જ આપી શકાય.
ગર્વ અનુભતા કહું છું કે ત્રીજી વખત નવરાત્રી દરમિયાન હું વિદેશ ના એવા લોક પ્રિય દેશ જ્યાં ગુજરાતીઓ એ વધુ વસવાટ કર્યો, એવા અમેરિકા ની ધરતી ઉપર છું.
હું વંદન કરું મારી માં શ્રી પંચ મહાકાળી,આઇ શ્રી મોગલ,આઇ શ્રી મેલડી, આઇ શ્રી ખોડીયાર, સાથે મારા ભગવાન શ્રી દ્વારકાધીશ જે હર હંમેશ મારી સાથે જ છે.
આજે હું મારા મન થી એક વાત જરૂર કહીશ,કલાકારો ઘણાં બધાં છે પણ હું મારા પરિવાર માંથી સંગીત નો કલા વારસો લઈ આવી છું. એક સમયે જાહેર ક્ષેત્રમાં ગાવું એ ચારણ સમાજની દીકરી માટે અઘરૂં હતું, પણ મારા માતા-પિતાનાં સંસ્કાર થી મારૂં જે રીતે ઘડતર થયું છે,જેમાં મને હંમેશા છૂટ આપવામાં આવી છે.
હાલ મારો દીકરો ૬ વર્ષ નો છે,જેને હું ઘરે મારા પરિવાર પાસે મુકીને આવી છું. મારા માઁ-બાપ અને આખા પરિવારની હું હંમેશા ઋણી રહીશ. મારા પરિવારનાં ટેકા વગર આટલું નામ કરવું અશક્ય હતું.
તમે જેટલું માનો એટલું સંગીત સહેલું નથી અને તમે જેટલું માનો તેટલું અઘરૂ પણ નથી, ઘણો ભોગ આપવો પડે ત્યારે તમે લોકોના હ્દય માં સ્થાન મેળવવામાં સફળ રહેતા હોવ.
હું વિશ્વા કુંચાલા – જી એક્સ્પ્રેસ ન્યુઝ પરિવાર ના ચેરમેન હેમરાજ સિંહ વાળા તેમજ જી એક્સ્પ્રેસ ન્યુઝ યુવા પત્રકાર અને લેખક અભિષેક ડી. પારેખ નો ખુબ આભાર વ્યક્ત કરું છું.
કેમકે હું પણ જી એક્સ્પ્રેસ ન્યુઝ પરિવાર નો એક ભાગ છું,*
*જી એક્સ્પ્રેસ ન્યુઝ પરિવાર દરેક કલાકાર ને હર હંમેશ પ્રોત્સાન આપતું મિડિયા છે.
“મનોરંજન & સંગીત કલા અહેવાલ”
અભિષેક ડી. પારેખ
જી એક્સ્પ્રેસ ન્યુઝ
(યુવા પત્રકાર, લેખક )