Entertainment

ગૌરીવ્રત ના દિવસો ની યાદો સૂચિતા ભટ્ટ ની કલમે

ગૌરીવ્રત આવતા જ મને મારું બાળપણ સાંભરી આવે. વ્રતના પાંચ દિવસ પહેલા જ મમ્મી એક મસ્ત કોડિયામાં અલગ અલગ ધાન વાવીને ઝવેરા વાવે.

અગિયારસના દિવસે સવારે વહેલા ઉઠાડી નાહી ધોઈ સરસ તૈયાર થઇને પૂજાnઈ થાળી સાથે ખેતરમાં ખેતર ખેડવા જવાનુ પાંચ સાઠીકડાને ચોરસમાં રોપીને તેની પૂજા કરવાની. ઘરે આવીને પાંચ દિવસથી વાવેલા ઝવેરા એકદમ લીલાછમ થઇ ગયા હોય તેની પૂજા કરવાની અને મોળાકત ઉપવાસ કરવાનાં. અને ભગવાન પાસે માંગવાનુ સારો વર આપજે..

અને આ વાક્ય દરેક કન્યા પોતાના મનમાં બોલતી.મીઠાં વગરનું પાંચ દિવસ જમવાનું. બપોરે શાળાએથી વહેલું ઘરે આવીને નાની નાની સખીઓ સાથે સાડી કે ચણીયાચોળી પહેરીને પર્સમાં કાજુ બદામ અંજીર જલદારૂ જેવા સૂકા મેવા નાખીને ફરવા જવાનુ અને રાતે પપ્પાની રાહ જોવાની પપ્પા સરસ મજાના ફળફળાદી લાવે તે ખાઈને રમીને સુઈ જવાનુ.. કેટલું મધુર પોતીકું બાળપણ હતું પણ હવે એ પાછુ પણ નથી આવવાનું.

પણ જેની પાસે બાળપણ છે તેને તો આપણે એ તક આપી શકીએ ને બાળપણને જીવવાની ? રોજ સવારે મારા ઘરથી નીચે હું એક દ્રશ્ય જોવું તેમાં મજુરની નાની બાળકીઓ પોતાના તબ્બુની બહાર વ્રતની પૂજા કરતી હોય અને પછી આખો દિવસ કામ કરતી હોય. મને ઈચ્છા થઇ આજે આ બાળાઓ સાથે વાત કરવાની.

તેમને કંઈક ભેટ આપવાની કેમ કે તે બાળાઓમાં મને મારું બાળપણ દેખાતું હતું.આજે હું મારી દીકરી સાથે ત્યાં પહોંચી મેં એક દીકરીને પૂછ્યું તમે આ વ્રત શા માટે કરો? એક દીકરીએ જવાબ આપ્યો સારો વર મળે એટલે. બીજી, ત્રીજી ચોથી દરેક દિકરીનો એક જવાબ હતો. મેં હસીને કહ્યું મેં પણ આવા સંકલ્પ સાથે જ વ્રત કરેલું.અને મને ફળ્યુ છે છતાં પણ હવે મારા વિચારો તમને જણાવું છું

સાંભળજો.ખુશી છે કે તમે ભણો પણ છો અને સાથે કામ કરો છો પણ કાલથી ભગવાન પાસે એવુ માંગજો કે હે ઈશ્વર હું એક સ્ત્રી છું મને એવી શક્તિ આપજે કે હું કોઈ પણ પરિસ્થિતિને બદલી શકું, ખરાબ માણસ જો મારા નસીબમાં આવી પણ ગયો તો હું તેને બદલી શકું, મને સસક્ત બનાવજે,અને એટલી શક્તિ આપજે કે મારી ખુશીઓ કોઈની મહોતાજ બનીને ના રહે.

હું મારી જાત સાથે પણ એટલી જ ખુશ રહી શકું.એટલુ ભણતર અને ગણતર મેળવું કે મારે ક્યારેય કોઈની એ સામે લાચાર ના બનવું પડે.એટલું માંગશો એટલે જીવનમાં ચાર ચાંદ લાગશે જ.આજનો દિવસ બાળપણની યાદોની સાથે આનંદમય બની રહ્યો.

સુચિતા ભટ્ટ “કલ્પનાના સુર “

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

संगीत की दुनिया के लीजेंडस ने यादगार बना दिया एवरग्रीन म्यूजिक अवॉर्ड सीजन 3 को। दिखे गायिकी के कई रंग।

मुंबई, वीएस नेशन मीडिया ग्रुप और ताल म्यूजिक एंड फिल्म्स के संयुक्त तत्वाधान में…

સિદ્ધપુર ખાતે માતૃવંદના કાર્યક્રમનો શુંભારંભ,સુપ્રસિદ્ધ ગાયિકા ફરીદા મીરના સૂરમાં રંગાયું સિદ્ધપુર શહેર ….

એબીએનએસ,પાટણ : ગુજરાત સરકારના રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ ગાંધીનગર…

1 of 55

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *