પ્રસિદ્ધ ગાયક કલાકાર જીગરદાન ગઢવીના સૂરે આણંદવાસીઓ સંગીતના તાલે ઝુમ્યા
વિધાનસભાના નાયબ મુખ્ય દંડકશ્રી, સાંસદશ્રી અને જિલ્લા કલેકટરશ્રીની વિશેષ ઉપસ્થિતિ
આણંદ, ગુરુવાર :: રમત-ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગ, ગાંધીનગરના સહયોગથી આણંદ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આણંદ ખાતે ગુજરાતના પ્રસિદ્ધ ગાયક કલાકાર જીગરદાન ગઢવીનો સંગીતમય કાર્યક્રમ ‘સુરના સરનામે’ યોજાયો હતો.
આ પ્રસંગે જિલ્લા કલેકટરશ્રીએ જણાવ્યું હતું કે ૭૫ માં પ્રજાસત્તાક દિવસની પૂર્વસંધ્યાએ આયોજિત કાર્યક્રમમાં સમસ્ત જિલ્લાવાસીઓને આમંત્રણ આપવામાં આવ્યું હતું અને ઉપસ્થિત તમામ નગરજનોને વિનામૂલ્યે પ્રવેશ આપવામાં આવ્યો છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે નાગરિકોમાં ૭૫ માં પ્રજાસત્તાક પૂર્વે દેશભક્તિનો જોશ અને ઉમંગ જગાવવા જિલ્લા વહીવટી તંત્ર અને રમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિ વિભાગ, ગાંધીનગરના સંયુક્ત ઉપક્રમે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક શ્રી રમણભાઈ સોલંકી, સાંસદશ્રી મિતેષભાઈ પટેલ, જિલ્લા કલેકટરશ્રી પ્રવીણ ચૌધરી, જિલ્લા વિકાસ અધિકારીશ્રી મિલિંદ બાપના, જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી અતુલકુમાર બંસલ, નિવાસી અધિક કલેકટરશ્રી આર.એસ. દેસાઈ, ધારાસભ્ય સર્વશ્રી યોગેશભાઈ પટેલ, વિપુલભાઈ પટેલની વિશેષ ઉપસ્થિતિ યોજાયેલ આ કાર્યક્રમમાં જિલ્લાના વિવિધ વિભાગોના અધિકારી-કર્મચારીઓ અને તેમના પરિવારજનો તથા મોટી સંખ્યામાં નગરજનોએ જીગરદાન ગઢવીના ગીતોની સંગીતમય સાંજને ભરપૂર હર્ષોલ્લાસ માણી હતી.
રીપોર્ટ ભૂમિકા પંડ્યા આણંદ