રિપોર્ટ અનુજ ઠાકર.
ગુજરાતી ફિલ્મ ઉદ્યોગ સતત નવા પ્રયોગો અને પ્રભાવશાળી કન્ટેન્ટ તરફ આગળ વધી રહ્યો છે. એ સમૃદ્ધ યાત્રામાં એક વધુ ગૌરવ ઉમેર્યું છે નવા રિલીઝ થયેલા ફિલ્મ ‘આવવા દે’ એ ૨૮ નવેમ્બરના રોજ સમગ્ર ગુજરાતના થિયેટરોમાં આ ફિલ્મ ધામધૂમથી રિલીઝ થઈ અને તેના એક દિવસ પહેલાં અમદાવાદના PVR એક્રોપોલિસમાં તેનું ભવ્ય પ્રીમિયર યોજાયું. જે ખરેખર એક ફિલ્મી મહોત્સવથી ઓછું નહોતું.
આ વિશાળ કાર્યક્રમનું આયોજન ટાફ ગ્રુપ તથા Ahmedabad Active Artist Alliance દ્વારા કરવામાં આવ્યું હતું. સ્ટાર કાસ્ટથી લઈ દિગ્દર્શક, ટેકનિકલ ટીમ અને ગુજરાતી ફિલ્મ ઉદ્યોગના જાણીતા કલાકારો બધાની હાજરીએ રાતને યાદગાર બનાવી. રેડ કાર્પેટ પર કલાકારોની એન્ટ્રી, તેમની સાથે થયેલા મીડિયા ઇન્ટરૅક્શન અને દર્શકોની ઉત્સુકતા આ બધું મળીને પ્રીમિયરને એક વિશેષ આભા આપતા હતું.
સર્વાધિક ચર્ચામાં રહ્યું તે એક ખાસ મહેમાનોનું આગમન. તાજેતરમાં જ ૧૦૦ કરોડ કરતાં વધુનો ઐતિહાસિક ધમાકો કરતા ફિલ્મ **‘લાલો કૃષ્ણ સદા સહાયતે’**ની સંપૂર્ણ ટીમે આમંત્રણ સ્વીકારીને પ્રીમિયરમાં ખાસ હાજરી આપી હતી. તેમની ઉપસ્થિતિથી સમગ્ર ઇવેન્ટમાં સ્ટાર પાવરનો ઉમેરો થયો અને કાર્યક્રમનું નામ વધુ ઊંચું થયું.
આ સમગ્ર આયોજન પાછળ રહેલું ટાફ ગ્રુપ પોતાના સ્વરૂપે એક નોન–કોમર્શિયલ, ક્રિએટિવ અને સોશિયલ આર્ટ-કમ્યુનિટી છે, જેમાં ટ્રાવેલ, આર્ટ, ફેશન અને ફૂડ ક્ષેત્રના જાણીતા લોકો જોડાયેલા છે. આ ગ્રુપ સતત વિવિધ સર્જનાત્મક કાર્યક્રમો અને સમાજલક્ષી પ્રવૃત્તિઓનું આયોજન કરે છે. ગુજરાતી સિનેમાને પ્રોત્સાહિત કરવામાં પણ ટાફ ગ્રુપની ખાસ ભૂમિકા રહી છે. ફિલ્મ પ્રીમિયરની આ ઇવેન્ટ પહેલી હોવા છતાં, ટાફ ગ્રુપ તથા Ahmedabad Active Artist Alliance દ્વારા અનેક ફિલ્મ-સંબંધિત ઇવેન્ટ્સ અગાઉ પણ સફળતાપૂર્વક યોજાઈ ચૂકી છે.
‘આવવા દે’નું પ્રીમિયર માત્ર એક ફિલ્મ ઇવેન્ટ ન હતું.
એ હતો ગુજરાતી ફિલ્મ ઉદ્યોગના વધતા કદ, પ્રતિભા અને એકતાનો ઉત્સવ.
















