રિપોર્ટ: અનુજ ઠાકર
વિચારોથી લડાતી લડતને સમર્પિત ફિલ્મ ‘વિશ્વગુરુ’, માત્ર એક સામાન્ય ફિલ્મ નહીં, પણ એ એક એવું દર્પણ છે જે આજના યુવાનોએ જોઈને વિચારવું જોઈએ કે દેશને સાચે બચાવવાનો માર્ગ કયો છે—હિંસા કે વિચારશક્તિ?
શક્તિશાળી સંદેશ સાથે રજૂ થયેલી આ ફિલ્મ ભારતીય સંસ્કૃતિ, સાહિત્ય અને રાષ્ટ્રભક્તિના ત્રિપુટીને આધારે ઊભી છે. ફિલ્મમાં દર્શાવવામાં આવ્યું છે કે ભારતને પડકાર બાહ્ય દુશ્મનો કરતાં પણ આંતરિક તત્ત્વો તરફથી વધારે છે. એવા તત્ત્વો જે રસ્તા ઉખાડી દેશવિરોધી કાવતરો માટે જાતે જ હથિયાર બની જાય છે.
ફિલ્મનો કેન્દ્રીય સંદેશ છે – “યુદ્ધ શસ્ત્રોથી નહીં, પણ શાસ્ત્રોથી જીતાય.”
મુખ્ય પાત્ર મુકેષ ખન્ના એક એવો વિઝનરી વિચારધારક છે જે માને છે કે દેશને બચાવવાનો માર્ગ જ્ઞાન અને સંસ્કારોથી પણ શક્ય છે. આ વિષયવસ્તુને દર્શાવતી એક્શન, ઇમોશન અને રાષ્ટ્રીય ભાવનાથી ભરપૂર આ ફિલ્મમાં દર્શાવાયું છે કે કેવી રીતે એક યોગાભ્યાસી યુવક કૃષ્ણ ભારતવાજ દેશવિરોધી તત્વો સામે ઊભો રહે છે.
કલાકારોની મજબૂત ટોળકી
ફિલ્મમાં ગૌરવ પાસવાલા, કૃષ્ણ ભારતવાજ, મુકેશ ખન્ના, મકરંદ શુક્લ, શ્રદ્ધા ડાંગર, સોનુ ચંદ્રપાલ, દિના જયકિશન, રાજીવ મહેતા, ધમેશ વ્યાસ, ભાવિની જાની, ચેતન હૈયા, સોનાલી લેલે અને કુશળ દેઓ જેવા અનુભવી અને લોકપ્રિય કલાકારો જોવા મળશે.
વિશેષ રોલમાં છે ‘રોકી દલાલ’ નામના એક બિઝનેસમેને જે દેશવિરોધી ષડયંત્રો માટે કેવી રીતે વપરાય છે અને કેવી રીતે પછી દેશના હિતમાં પરિવર્તિત થાય છે, એ તમામ દ્રશ્યો દ્રઢ સંદેશ આપે છે.
સંગીત અને ભાવના
ફિલ્મનું સંગીત મેહુલ સુરતીએ આપ્યું છે. ગીતો આનંદી જોશી અને હરિ ઓમ ગઢવીએ ગાયાં છે, જ્યારે ગીતકાર છે પાર્થ તપિરા. સંગીત પણ ફિલ્મના સંદેશની જેમ ભાવસભર અને ઉત્સાહજનક છે.
વિશ્વગુરુ’ 1 ઓગસ્ટ, 2025ના રોજ તમામ થિયેટરોમાં રિલીઝ થશે.
આ ફિલ્મ માત્ર એક વાર જોવાની નહિ, પણ વિચારવા જેવી છે. તે દર્શાવે છે કે આજના યુવાનો માટે સત્ય, સંસ્કાર અને શાસ્ત્રોના આધારે પણ લડત જીતી શકાય છે.
અંતમાં…
‘વિશ્વગુરુ’ એ ફિલ્મ નહીં, એ ભારતના મહાનતામાં વિશ્વગુરુ બનવાની અભિલાષાને આધુનિક દૃષ્ટિકોણથી રજુ કરતી એક વિચારશીલ યાત્રા છે. જરૂરથી જોજો. એ પણ ભીડમાં નહીં, વિચાર સાથે.