ગાંધીનગર, સંજીવ રાજપૂત: ગાંધીનગરના શ્રી અરવિંદ કેન્દ્ર ખાતે પ્રતિ વર્ષની જેમ આ વર્ષે પણ પૂજ્ય માતાજીની જન્મ જયંતીની ભાવસભર ઉજવણી કરવામાં આવી હતી.
શ્રી અરવિંદ કેન્દ્ર સંચાલિત અરવિંદ મહિલા મંડળની બહેનોએ મુખ્ય સંચાલિકા શ્રીમતી પારુલ મહેતાના માર્ગદર્શનમાં પૂજ્ય માતાજી ના ૧૪૭ માં પ્રાગટ્ય દિવસ નિમિતે આ ભક્તિમય પ્રસંગનું આયોજન કર્યું હતું.
શ્રી અરવિંદ કેન્દ્રના બાળકોએ ફૂલોની નયનરમ્ય રંગોળી અને માતાજીની સમાધિ સ્ટેજ ની સજાવટ કર્યા હતા.
પૂજ્ય માતાજીની જન્મ જયંતી અવસરે સવારે માતાજીનું પૂજન અર્ચન અને ધ્યાન વંદના કરવામાં આવ્યા હતા.
અરવિંદ કેન્દ્રના પ્રાંગણમાં સાંજે યોજાયેલા પ્રાર્થના ગીતોના ભક્તિ સંગીત કાર્યક્રમમાં મહિલા મંડળના મુખ્ય સંચાલિકા શ્રીમતી પારુલ મહેતા અને સાથી સાધક ગાયકોએ સૌને ભક્તિમય બનાવી દીધા હતા.અરવિંદ કેન્દ્રના ગાંધીનગરના ચેરમેન ડો. તન્ના તથા સંગીત ગુરુ પિનાકીન વ્યાસ એ આશીર્વચન પાઠવ્યા હતા.
આ પ્રસંગે ભાવકોને અરવિંદ સાહિત્ય તથા પ્રસાદ વિતરણ કરવામાં આવ્યું હતું.
કેન્દ્રના સૌ સન્માનનીય કારોબારી સભ્યો પરમારજી, પ્રદીપ ગેલોત, નરેન્દ્રભાઈ બોરડ, પીઠડિયાજી વગેરે પણ આ ઉજવણીમાં જોડાયા હતા. વાઇસ ચેરમેન વાઘેલા સાહેબ એ સૌનો આભાર વ્યક્ત કર્યો હતો.
ગાંધીનગરમાં સેક્ટર-23 સ્થિત અરવિંદ કેન્દ્રમાં નિયમિત યોગ-અભ્યાસ, સંગીત ગાયન, વાદ્ય-તાલીમ, ધ્યાન-પ્રાર્થના જેવા વિવિધ કાર્યક્રમો યોજાય છે.