Gandhinagar

મુખ્યમંત્રીની મુંબઈ સ્થિત સ્વીડનના કોન્સ્યુલ જનરલ અને ડેલીગેશન સાથે ફળદાયી બેઠક

ગાંધીનગર, સંજીવ રાજપૂત: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે મુંબઈ સ્થિત સ્વીડનના કોન્સ્યુલ જનરલ શ્રીયુત સ્વેન ઓસ્ટબર્ગે અને ૧૧ જેટલી સ્વીડિશ કંપનીઝ-ઉદ્યોગ સંચાલકોએ ફળદાયી બેઠક ગાંધીનગરમાં યોજી હતી.

ગુજરાત સરકાર અને સ્વીડન વચ્ચે વિવિધ ક્ષેત્રે રોકાણો અને સહભાગીતાને પ્રોત્સાહિત કરવા ઇન્વેસ્ટર્સ ફેસીલીટેશન મિકેનિઝમ વધુ સંગીન બનાવવાના હેતુથી આ બેઠક યોજવામાં આવી હતી.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાતને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની વિઝનરી લીડરશીપનો વ્યાપક લાભ મળે છે તેની વિગતો બેઠકની ચર્ચા દરમિયાન આપી હતી.

તેમણે કહ્યું કે, ગુજરાત પ્રો-એક્ટીવ ગવર્નન્સ અને પોલીસી ડ્રીવન સ્ટેટ તરીકે વડાપ્રધાનના માર્ગદર્શનમાં દેશ અને દુનિયાના રોકાણકારોની પહેલી પસંદ બન્યું છે. તેમણે સ્પષ્ટપણે જણાવ્યું કે, ગુજરાતમાં એવું પ્રોત્સાહક અને શાંતિપૂર્વક વાતાવરણ તથા સુદ્રઢ ઈન્ફ્રાસ્ટ્રક્ચર છે કે, એકવાર ગુજરાતમાં ઉદ્યોગ-રોકાણ માટે આવનારા લોકો ગુજરાત સિવાય અન્ય ક્યાંય રોકાણો માટે જતા નથી.

મુખ્યમંત્રીએ રિન્યૂએબલ એનર્જી, ગ્રીન ગ્રોથ જેવા ક્ષેત્રોમાં પણ વડાપ્રધાનના નેતૃત્વમાં ગુજરાતે લીડ લીધી છે તેની ભૂમિકા આપી હતી. સ્વીડનના ઉદ્યોગ-રોકાણકારોને આ ક્ષેત્રે રોકાણો માટે રાજ્ય સરકારના સહયોગ આપવા સાથે અન્ય નાના-મોટા પ્રશ્નોનું પણ ત્વરાએ યોગ્ય નિવારણ લાવવાની તેમણે ખાતરી આપી હતી.

સ્વીડિશ કંપનીઝ ઉદ્યોગ સંચાલકોએ રાજ્ય સરકાર દ્વારા તેમને મળી રહેલા સહકાર અંગે મુખ્યમંત્રીનો આભાર વ્યક્ત કર્યો હતો અને ભવિષ્યમાં પણ રાજ્ય સરકાર આવી જ ગતિશીલતાથી સહકાર આપશે તેવી અપેક્ષા દર્શાવી હતી.

સ્વીડનના કોન્સ્યુલ જનરલ સ્વેન ઓસ્ટબર્ગે કહ્યું કે, ગુજરાતમાં કુલ મળીને વિવિધ ક્ષેત્રે ૬૦ જેટલા સ્વીડિશ ઉદ્યોગ અને કંપનીઝ કાર્યરત છે તથા અંદાજે ૧૧ હજાર લોકોને રોજગાર અવસર પુરા પાડે છે.

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ “મેઈક ઇન ઇન્ડિયા મેઈડ ફોર ધ વર્લ્ડ”નો વિચાર આપ્યો છે તેને સ્વીડિશ ઉદ્યોગ-કંપનીઝ સાકાર કરે છે તેમ પણ કોન્સ્યુલ જનરલે મુખ્યમંત્રી સાથેની વાતચીતમાં જણાવ્યું હતું.

મુખ્યમંત્રીના અધિક મુખ્ય સચિવ મનોજકુમાર દાસ, ઉદ્યોગના અગ્ર સચિવ શ્રીમતી મમતા વર્મા, ઉદ્યોગ કમિશનર પી. સ્વરૂપ, મુખ્યમંત્રીના સચિવ ડૉ. વિક્રાંત પાંડે તેમજ વરિષ્ઠ અધિકારીઓ આ બેઠકમાં જોડાયા હતા.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

ગ્રામીણ સ્વ સહાય જૂથ-સખી મંડળોને લોન-ધિરાણ આપવાની પ્રક્રિયા સહકારી બેંકો સરળતા સાથે વેગવાન બનાવે: મુખ્યમંત્રી

ગાંધીનગર, સંજીવ રાજપૂત: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યની કો-ઓપરેટીવ બેંકોને…

સાબરમતી નદીના જળસ્તરમાં વધારાની સંભાવના: ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા નદી કિનારે ન જવા અપીલ

ગાંધીનગર, સંજીવ રાજપૂત: ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા સાબરમતી નદીના કિનારે આવેલા…

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ઇકો ફ્રેન્ડલી રીયુઝેબલ ગ્લાસ વોટર બોટલિંગ ફેસેલિટીનો પ્રારંભ કરાવ્યો

ગાંધીનગર, સંજીવ રાજપૂત: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સચિવાલય કેમ્પસમાં ઇકો…

1 of 7

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *