Gandhinagar

મુખ્યમંત્રીની રાજ્યના કર્મયોગીઓ માટે આરોગ્યલક્ષી મહત્વની પહેલ

રાજ્યના તમામ અધિકારી-કર્મચારી અને પેન્શનર્સ માટે “ગુજરાત કર્મયોગી સ્વાસ્થ સુરક્ષા યોજના”ને કેબિનેટની બહાલી

ગાંધીનગર, સંજીવ રાજપૂત: ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટ બેઠકમાં આરોગ્યવિષયક મહત્વપૂર્ણ નિર્ણય કરવામાં આવ્યો છે. જેની વિગતો આપતા રાજ્ય સરકારના પ્રવક્તા અને આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતુ કે, રાજ્યના તમામ અધિકારી-કર્મચારીઓ અને પેન્શનર્સ માટે ગુજરાત કર્મયોગી સ્વાસ્થ સુરક્ષા યોજના શરૂ કરવામાં આવી છે. જેના અંતર્ગત કેશલેસ હેલ્થ બેનીફિટ પેકેજ આપવામાં આવશે.

વધુ વિગતો આપતા મંત્રીએ જણાવ્યું હતું કે, રાજ્યમાં હાલ અમલી PMJAY-મા યોજના અંતર્ગત મળતા લાભની જેમ જ આ યોજના હેઠળ તમામ કર્મયોગીઓને સમાવી લઇ લાભ આપવામા આવશે. રાજ્ય સરકારના તમામ કર્મયોગીઓ અને પેન્શનર્સને “G” સીરીઝનું AB-PMJAY-MAA કાર્ડ આપવામાં આવશે. કાર્ડ અંગેની કાર્યવાહી PMJAY નોડલ એજન્સી SHA (STATE HEALTH AGENCY)  કરશે.

જેના અંતર્ગત સરકારી હોસ્પિટલ, સરકારી સમકક્ષ હોસ્પિટલ અને PMJAY એમ્પેનલ્ડ હોસ્પિટલ ખાતે નિયત કરેલ પ્રોસીજરની સારવાર માટે પરિવાર દીઠ વાર્ષિક રૂ. ૧૦ લાખ સુધીની કેશલેસ સારવાર ઉપલબ્ધ થશે.

યોજના હેઠળ બહારનાં દર્દી તરીકે (OPD) સારવારનો સમાવેશ થશે નહી. હાલ આપવામાં આવતું માસીક મેડીકલ એલાઉન્સ (૧૦૦૦/- રૂ.) યથાવત મળવાપાત્ર રહેશે.

રૂ.૧૦ લાખ ઉપરાંતના ખર્ચ માટે અને સારવારની પ્રોસીજર AB-PMJAY-MAA માં ઉપલ્બ્ધ ન હોય તેમજ હોસ્પિટલ PMJAY માં એમ્પેનલ ન હોય તેવા સંજોગોમાં ગુજરાત રાજય સેવા(તબીબી સારવાર) નિયમો, ૨૦૧૫ અનુસાર હાલની પધ્ધતિ મુજબ મેડીકલ રીએમ્બર્સમેન્ટ મળવાપાત્ર રહેશે.

અત્રે નોંધનીય છે કે, હાલ PMJAY-મા યોજના હેઠળ રાજ્યમાં  કુલ ૨,૬૫૮ હોસ્પિટલો (ખાનગી: ૯૦૪, સરકારી:૧૭૫૪) સંકળાયેલ છે.જેમાં ૨,૪૭૧ નિયત કરેલ પ્રોસીજરની સારવાર આવરી લેવામાં આવી છે.

રાજ્યમાં ફરજ બજાવતાં ALL INDIA SERVICES (AIS)ના અધિકારીઓ તથા પેન્શનરો, રાજય સરકારના અધિકારીઓ, કર્મચારીઓ, પેન્શનરો અને તેમનાં આશ્રિત કુટુંબીજનોને તેમજ જે કર્મચારીઓને ગુજરાત રાજય સેવા(તબીબી સારવાર) નિયમો, ૨૦૧૫ અનુસાર હાલની પધ્ધતિ મુજબ મેડીકલ રીએમ્બર્સમેન્ટ મળવાપાત્ર છે તે તમામને આ યોજનાનો લાભ મળશે.

રાજય સરકારના આ નિર્ણયથી અંદાજે ૪.૨૦ લાખ અધિકારી-કર્મચારીઓ અને અંદાજે ૨.૨૦ લાખ પેન્શનર્સ મળી કુલ ૬.૪૦ લાખ કર્મયોગીઓને આરોગ્ય સેવા-સુવિધાઓનો લાભ આ યોજના હેઠળ મળશે.

ફીકસ-પે કર્મચારીઓને હાલ કર્મયોગી કાર્ડ અંતર્ગત લાભ મળી રહ્યો છે. ૭૦+ પેન્શનર્સને હાલ તાજેતરમાં શરૂ કરાયેલ વયવંદના યોજનામાં લાભ મળતો હોવાથી આ યોજના હેઠળ લાભ મળવાપાત્ર થશે નહીં. આ યોજના અંતર્ગત રૂ. ૩૦૩.૩ કરોડ પ્રીમીયમનું ભારણ રાજ્ય સરકાર પર આવશે. આ કાર્ડ હેઠળ સારવાર માટે રાજ્ય સરકાર ૩૭૦૮/- રૂ. વાર્ષિક પ્રતિ કુટુંબ દીઠ પ્રિમિયમ ચૂકવશે.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં ગુજરાત પોલીસ અકાદમી કરાઈ ખાતે પોલીસ ચંદ્રક અલંકરણનો ગૌરવશાળી સમારોહ યોજાયો

ગાંધીનગર, સંજીવ રાજપૂત: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પોલીસ દળમાં કર્તવ્ય નિષ્ઠાથી…

મુખ્યમંત્રીની પ્રેરક ઉપસ્થિતિમાં ગાંધીનગર ખાતે રાજ્યકક્ષાનો “પીએમ કિસાન ઉત્સવ દિવસ” સમારોહ યોજાયો

ગાંધીનગર, સંજીવ રાજપૂત: વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ઉત્તરપ્રદેશના કાશી ખાતેથી…

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાદર્શનમાં રાજ્યનું ગ્રીન કવર વધારવાનો વન વિભાગનો નવતર અભિગમ

ગાંધીનગર, સંજીવ રાજપૂત: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યમાં ગ્રીન કવર વધારીને…

ગ્રામીણ સ્વ સહાય જૂથ-સખી મંડળોને લોન-ધિરાણ આપવાની પ્રક્રિયા સહકારી બેંકો સરળતા સાથે વેગવાન બનાવે: મુખ્યમંત્રી

ગાંધીનગર, સંજીવ રાજપૂત: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યની કો-ઓપરેટીવ બેંકોને…

1 of 8

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *