ગાંધીનગર, સંજીવ રાજપૂત: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની શુભેચ્છા મુલાકાત રાષ્ટ્રીય મહિલા આયોગના અધ્યક્ષ શ્રીમતી વિજયા રહાટકરે ગાંધીનગરમાં લીધી હતી.
રાષ્ટ્રીય મહિલા આયોગના અધ્યક્ષ ગુજરાતના બે દિવસના પ્રવાસે આવેલા છે તે દરમિયાન તેમણે ગુરુવારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે આ શુભેચ્છા મુલાકાત કરી હતી.
શ્રીમતી વિજયા રહાટકર તેમની ગુજરાત મુલાકાત દરમિયાન અમદાવાદમાં મહિલા જન સુનવાઇ કાર્યક્રમ તેમજ ગાંધીનગર અને પાલનપુર ખાતે વિવિધ બેઠકો અને અન્ય કાર્યક્રમોમાં ઉપસ્થિત રહેવાના છે.