Gandhinagar

રાજભવન ખાતે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ આતંકવાદ વિરોધી દિવસ નિમિત્તે શપથ લેવડાવ્યા

ગાંધીનગર, સંજીવ રાજપૂત: આતંકવાદ વિરોધી દિવસે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ આતંકવાદ અને હિંસાનો મક્કમતાપૂર્વક વિરોધ કરવાના શપથ લેવડાવ્યા હતા. તેમણે કહ્યું હતું કે, આપણે ભારતવાસીઓ આપણા દેશની અહિંસા અને સહનશીલતાની પરંપરામાં દ્રઢ વિશ્વાસ ધરાવીએ છીએ, સાથોસાથ નિષ્ઠાપૂર્વક શપથ પણ લઈએ છીએ કે, આપણે કોઈપણ પ્રકારના આતંકવાદનો અને હિંસાનો જોરદાર વિરોધ કરીશું.

આજે આતંકવાદ વિરોધી દિવસે રાજભવનમાં તમામ અધિકારીઓ અને કર્મચારીઓને આતંકવાદ વિરોધી શપથ લેવડાવતાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ કહ્યું હતું કે, આપણે સમાજના વિવિધ વર્ગો વચ્ચે હંમેશા શાંતિ, સામાજિક સદભાવ અને સમજણ જળવાઈ રહે તે માટેના શપથ લઈએ છીએ, અને માનવજીવનમૂલ્યો સામે મુશ્કેલી ઉભી કરનારી વિઘટનકારી શક્તિઓ સામે લડવાના પણ શપથ લઈએ છીએ.

રાજ્યપાલશ્રીના અગ્ર સચિવ અશોક શર્મા, રાજ્યપાલના પરિસહાય લેફ્ટનન્ટ શુભમ કુમાર, સી.જી.એચ. અમિત જોશી સહિત રાજભવનના તમામ અધિકારીઓ અને કર્મચારીઓએ આતંકવાદ વિરોધી શપથ લીધા હતા.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના હસ્તે છત્રપતિ શિવાજી મહારાજની ભવ્ય પ્રતિમાનું ગાંધીનગર ખાતે કરાયું અનાવરણ

ગાંધીનગર, સંજીવ રાજપૂત, એબીએનએસ: છત્રપતિ શિવાજી મહારાજની ભવ્ય પ્રતિમાના ગાંધીનગર…

ગાંધીનગર ખાતે કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહના અધ્યક્ષ સ્થાને ‘મંથન બેઠક’ યોજાઈ

ગાંધીનગર, સંજીવ રાજપૂત, એબીએનએસ; ભારત સરકારના સહકાર મંત્રાલય દ્વારા “સહકારથી…

1 of 11

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *