24 જાન્યુઆરી 2026 ના રોજ ઉત્તર પ્રદેશ, ત્રિપુરા, મેઘાલય, આસામ અને મણિપુર રાજ્યોના સ્થાપના દિનના ઉપક્રમે ગાંધીનગર સ્થિત રાજ ભવનમાં માનનીય રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી મહામહિમની ઉપસ્થિતિમાં એક વિશેષ સાંસ્કૃતિક કાર્યક્રમ એક ભારત શ્રેષ્ઠ ભારતનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ઉત્તર પ્રદેશ, ત્રિપુરા, મેઘાલય, આસામ અને મણિપુર રાજ્યની સાંસ્કૃતિક ટીમોએ હાજરી આપી હતી.
આ ગૌરવભર્યા પ્રસંગે ભાવનગરના સંસ્કાર ગ્રુપને પણ એક વિશેષ કૃતિ રજૂ કરવા આમંત્રણ મળ્યું હતું. સંસ્કાર ગ્રુપની નોંધપાત્ર સિદ્ધિઓને ધ્યાનમાં રાખીને શ્રી કીર્તિ દેવસિંહ ગોહિલનું પરંપરાગત શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું,
જે સમગ્ર ગ્રુપ માટે અત્યંત ગૌરવની વાત રહી.
આ કાર્યક્રમમાં સંસ્કાર ગ્રુપ તરફથી રિદ્ધિ ડોડીયા, પ્રિયાંશી ભટ્ટ, પ્રિયલ ચૌહાણ, ખેવના ડાભી, કાવ્યાબા ગોહિલ, માહિર રાઠોડ, મિત્રરાજસિંહ વાળા, પ્રિન્સ ડાંગર, કાર્તિક ગાજરીયા, ઓમ પારેખ સહિતના કલાકારોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો.
આ સમગ્ર પ્રસ્તુતિમાં રજૂ થયેલ મિશ્ર રાસની કલાત્મક ગૂંથણી કીર્તિદેવસિંહ ગોહિલ દ્વારા કરવામાં આવી હતી, જેને ઉપસ્થિત મહેમાનો તરફથી વિશેષ પ્રશંસા મળી.
















