Gandhinagar

મહારાષ્ટ્રની મહાનગરપાલિકાઓની ચુંટણીમાં ભાજપા અને સાથી પક્ષોની મહાયુતિની પ્રચંડ જીતને કાર્યકર્તાઓએ પ્રદેશ ભાજપ કાર્યાલય ‘શ્રી કમલમ‘ ખાતે વધાવી

ગાંધીનગર, એબીએનએસ: ગુજરાત પ્રદેશ ભાજપા મીડિયા વિભાગની અખબારી યાદી જણાવે છે કે, મહારાષ્ટ્રની મહાનગરપાલિકાઓની ચૂંટણીમાં ભાજપા અને સાથી પક્ષોની મહાયુતિને પ્રચંડ બહુમતિ સાથે જનતાએ આશીર્વાદ આપ્યા છે ત્યારે ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ કાર્યાલય ‘શ્રી કમલમ‘ ખાતે પ્રદેશ મહામંત્રી અજયભાઈ બ્રહ્મભટ્ટની ઉપસ્થિતિમાં ભાજપા અગ્રણીઓ અને કાર્યકરોએ ‘ભારતમાતા કી જય‘ ના પ્રચંડ જયનાદ સાથે ફટાકડા ફોડી તેમજ મોં મીઠું કરી મહાયુતિની ભવ્ય જીતની ઉજવણી કરી હતી.

આ પ્રસંગે પ્રદેશ ભાજપાના મુખ્ય પ્રવકતા ડૉ. અનિલભાઈ પટેલે મીડિયાને સંબોધન કરતા પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વ અને મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્રજી ફડણવીસ અને સાથી પક્ષોની કામગીરી પર સમર્થન દર્શાવી પ્રચંડ જનાદેશ આપવા બદલ મહારાષ્ટ્રની જનતાનો આભાર વ્યક્ત કર્યો હતો અને જણાવ્યું હતું કે જનતાએ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીના ‘વિકસિત ભારત ૨૦૪૭‘ના નિર્માણના સંકલ્પને સમર્થન દર્શાવ્યું છે, આ ડબલ એન્જિન સરકારની જીત છે. જનતાએ કોંગ્રેસ અને ઉદ્વવ સેનાની નકારાત્મક રાજનીતિને નકારી કાઢી મોદીજી અને શ ફડણવીસજીના નેતૃત્વ પર મહોર મારી છે.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

ફ્લાઇંગ ઓફિસર નિર્મલજીતસિંહ શેખોન પીવીસીને શ્રદ્ધાંજલિ સ્વરૂપે પ્રથમવાર મેરેથોનનું કરાયું આયોજન

ગાંધીનગર: સંજીવ રાજપૂત: હેડક્વાર્ટર સાઉથ વેસ્ટર્ન એર કમાન્ડ, ગાંધીનગર (HQ SWAC)…

1 of 9

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *