Gandhinagar

મુખ્યમંત્રીના હસ્તે માહિતી ખાતાની નવા કલેવર સાથેની યુઝર ફ્રેન્ડલી વેબસાઈટ લોંચ કરાઈ

ગાંધીનગર, સંજીવ રાજપૂત: મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે માહિતી ખાતાની નવા કલેવર સાથેની યુઝર ફ્રેન્ડલી વેબસાઈટ gujaratinformation.gujarat.gov.in નું ગાંધીનગરમાં લોંન્ચિંગ કર્યુ હતું. આ વેબસાઈટમાં પત્રકારો અને સામાન્ય જનતા સરળતાએ વિવિધ પ્રેસનોટ, પ્રકાશનોનો લાભ લઈ શકશે.

મુખ્યમંત્રીએ લોંચ કરેલી માહિતી ખાતાની નવિનતમ વેબસાઈટને વધુ યુઝર ફ્રેન્ડલી અને મોબાઈલ ફ્રેન્ડલી બનાવવામાં આવી છે. જેમાં જૂની વેબસાઈટ કરતાં ઘણા વધારે ફિચર પણ એડ કરવામાં આવ્યા છે. જે યુઝરને વધારે ઉપયોગી બની રહેશે.

નવી વેબસાઈટમાં પ્રેસનોટને ટેક્સ્ટ ફોર્મેટ, વિડીયો, ફોટો સાથે મલ્ટીમીડિયા ફોર્મેટમાં અપલોડ કરવામાં આવશે. તેમજ પ્રેસનોટને જિલ્લા, વિભાગ અને તારીખ પ્રમાણે ફિલ્ટર કરીને જોઈ શકાશે અને તેને સોશિયલ મીડિયાના વિવિધ પ્લેટફોર્મ પર સીધા શેર કરી શકાશે.

આ ઉપરાંત માહિતી ખાતા દ્વારા પ્રકાશિત થતા પ્રકાશનોને વાંચવાની, ડાઉનલોડ કરવાની તથા તેને કેટલા વપરાશકર્તાઓએ એક્સેસ કર્યું તે જાણવાની વ્યવસ્થા છે.

આ વેબસાઈટમાં ફોટો અને વીડિયો બેન્ક માટે આર્કાઇવ, તારીખ અને કાર્યક્રમ મુજબ શોધી શકાય તેવી સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી છે. તેમજ સર્ચ એન્જિન ઓપ્ટિમાઈઝેશન (SEO)ના ઉપયોગ દ્વારા ગુગલ સર્ચમાંથી આ વેબસાઈટ સરળતાથી ઍક્સેસ કરી શકાય તે માટે સુસજ્જ કરવામાં આવી છે.

રાજ્યના પત્રકારોને વિવિધ પ્રમાણભૂત સગવડો અને લાભો સરળતાથી પ્રાપ્ત થાય, એ હેતુથી અક્રેડિટેશન કાર્ડ પોર્ટલ વિકસિત કરવામાં આવ્યું છે. જેને આ નવીનતમ વેબસાઈટ સાથે જોડવામાં આવ્યું છે.

આ ઉપરાંત વિવિધ કાર્યક્રમ પ્રસંગે પત્રકારોને પ્રવેશ પાસ આપાવમાં આવે છે. પત્રકારોને આવા પાસ માટે કચેરીએ આવવું ન પડે તથા સરળતાથી પાસ મળી રહે તે માટેના ગેઇટ પાસ પોર્ટલને વેબસાઈટ સાથે કનેક્ટ કરવામાં આવ્યું છે. આ પોર્ટલ પત્રકારોને વિવિધ કાર્યક્રમો માટે ઓનલાઈન નોંધણી કરવાની, પ્રવેશ પાસ માટે અરજી કરવાની અને તેની મંજૂરી પ્રાપ્ત કરવાની સુવિધા આપે છે.

આ અવસરે મુખ્યમંત્રીના અધિક મુખ્ય સચિવ એમ.કે.દાસ, મુખ્યમંત્રીના સચિવ અને માહિતી પ્રસારણ સચિવ શ્રીમતિ અવંતિકા સિંઘ, માહિતી નિયામક કે.એલ.બચાણી તથા અન્ય અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના હસ્તે છત્રપતિ શિવાજી મહારાજની ભવ્ય પ્રતિમાનું ગાંધીનગર ખાતે કરાયું અનાવરણ

ગાંધીનગર, સંજીવ રાજપૂત, એબીએનએસ: છત્રપતિ શિવાજી મહારાજની ભવ્ય પ્રતિમાના ગાંધીનગર…

ગાંધીનગર ખાતે કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહના અધ્યક્ષ સ્થાને ‘મંથન બેઠક’ યોજાઈ

ગાંધીનગર, સંજીવ રાજપૂત, એબીએનએસ; ભારત સરકારના સહકાર મંત્રાલય દ્વારા “સહકારથી…

1 of 11

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *