ગાંધીનગર, સંજીવ રાજપૂત: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની શુભેચ્છા મુલાકાત જમ્મુ કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાહએ બુધવારે સાંજે ગાંધીનગરમાં લીધી હતી.
શ્રી ઓમર અબ્દુલ્લાહ ગુજરાતની દ્વિ-દિવસીય મુલાકાતે આવેલા છે. તેમના ગુજરાત રોકાણ દરમિયાન તેઓ ગુરુવારે બપોરે એકતાનગર, સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત પણ લેવાના છે.