Gandhinagar

નેશનલ હેરાલ્ડ કેસ મામલે ગાંધીનગર કમલમ ખાતે પ્રદેશ ઉપાધ્યક્ષ તેમજ પુર્વ ગૃહમંત્રી ગોરઘનભાઇએ યોજી પ્રેસવાર્તા

ગાંધીનગર, સંજીવ રાજપૂત: નેશનલ હેરાલ્ડ મામલે દેશભરમાં કોંગ્રેસના કાર્યકર્તાઓએ વિરોધ પ્રદર્શન કર્યુ હતું જે મામલે પ્રદેશ કાર્યાલય શ્રી કમલમ ખાતે પ્રદેશ ઉપાધ્યક્ષ તેમજ પુર્વ ગૃહરાજય મંત્રી ગોરઘનભાઇ ઝડફીયાએ પ્રેસ કોન્ફરન્સને સંબોધી હતી.

આ પ્રેસ કોન્ફરન્સમાં પ્રદેશના મીડિયા કન્વીનર ડો.યજ્ઞેશભાઇ દવે પ્રદેશના સહ પ્રવકતાઓ ડો. શ્રદ્ધાબેન રાજપૂત, જયરાજસિંહ પરમાર તેમજ પ્રદેશ મીડિયાના સહ કન્વીનર ઝુબિનભાઇ આશરા ઉપસ્થિત રહ્યા હતા.

ગોરઘનભાઇએ પ્રેસ મીડિયાને નેશનલ હેરાલ્ડ કેસ મુદ્દે સંબોધતા જણાવ્યું કે, દેશમા એક રાજકીય પાર્ટી તેમના નેતા વિકટીમ કાર્ડ રમીને બચવાનો પ્રયાસ કરી રહ્યા છે.

નેશનલ હેરાલ્ડની સ્થાપના જે રીતે થઇ ત્યારે તેનો હેતુ આઝાદીની લડાઇનો હતો. નેશનલ હેરાલ્ડનો ઇતિહાસ ભારતના રાજનીતીક ઇતિહાસમાં કેવી રીતે બદલાવ લાવી શકે તેનુ જીવતુ ઉદાહરણ છે. આ કેસની શરૂઆત 2021થી થઇ હતી. સુબ્રમણ્યમ સ્વામીજીએ કોર્ટમા કરેલ અરજી આઘારે અને તેમને જે પુરાવા રજૂ કર્યા હતા તેના આધારે જુદી-જુદી તપાસ એજેન્સીઓ દ્વારા આ સમગ્ર મુદ્દે તપાસ કરવામાં આવી હતી.

આ કેસમાં કોંગ્રેસના કેટલાક નેતા જેમા રાહુલ ગાંઘી અને સોનિયા ગાંધીની પણ તપાસ અને પુછપરછ કરવામાં આવી રહી છે આ કેસમાં તેમને કોર્ટ દ્વારા કેસ દરમિયાન રૂબરુ હાજર રહેવા બાબતે છુટ આપવામાં આવી હતી. આ મામલે ચાલતી તપાસના આઘારે 2011મા નવી કંપની ઓલ ઇન્ડિયા ઉભી કરી મોટા ભાગના શેર માતા અને દિકરા પાસે હતા બાકીના 24 ટકા શેર મોતીલાલ વોરા અને ઓસ્કાર ફર્નાન્ડીઝ પાસે હતા.

ગોરઘનભાઇએ વધુમાં જણાવ્યું કે, નેશનલ હેરાલ્ડ અખબારની માલીકીની કંપની હતી તેમા ત્રણ ભાષા હિન્દી,અંગ્રેજી અને ઉર્દુમા સમાચાર પત્ર હતા. આ સમાચાર પત્રમા જો 25-25 લાખની જાહેરાત આપી હોત તો પણ દેવામાં કંપની ન આવી હોત .

આ સમાચારપત્ર 2008મા બંધ કરવામાં આવ્યું જે પાછળ ઘણા કારણો છે. યંગ ઇન્ડિયા નામની કંપની બનાવી જેનુ રજીસ્ટ્રેશન પાંચ લાખથી થયું અને મોટા ભાગના શેર સોનિયા ગાંધી અને તેમના પુત્ર રાહુલ ગાંઘી પાસે હતા. તેમણે શરૂ કરેલ કંપની 50 લાખ રૂપિયામા નેશનલ હેરાલ્ડને ખરીદી કરી છે.

જો કોંગ્રેસને નેશનલ હેરાલ્ડને સાચા અર્થે દેવામાથી મુક્ત કરવુ હતુ તો તેમની પાસે 5 થી 6 હજાર કરોડ રૂપિયાની સંપત્તિ હતી જેમાથી તેને દેવામાથી મુક્ત કરી શક્યા હોત પણ કોંગ્રેસે તે કર્યુ ન હતું. કોંગ્રેસે રાજીવ ગાંધી થી લઇ જે ફાઉન્ડેશનો ઉભા કર્યા હતા તેવી જ રીતે યંગ ઇન્ડિયાની સ્થાપના થઇ હતી

યંગ ઇન્ડિયા એક એનજીઓ કે જે નોન પ્રોફિટેબલ ઓર્ગેનાઇજેશન હતુ તે ચાર-પાંચ હજાર કરોડનો નફો ફકત 50 લાખમા કરી નાખે તો તેની સામે ઘણા સવાલો થાય.

આ મામલે તપાસ ચાલી રહી છે. આ સમગ્ર મામલે કોંગ્રેસના વર્તમાન પ્રમુખ મલ્લીકા અર્જૂન ખડગેની પણ એપ્રિલ 2022માં પુછપરછ થઇ હતી, સોનિયા અને રાહુલ ગાંઘીના પણ નિવેદનો લેવામાં આવ્યા છે. આજની તારીખે આ મામલે રાહુલ અને સોનિયા ગાંધી જામીન પર છે. જો તેઓ નિર્દોષ હોય તો તેના પુરાવા રજૂ કરવા જોઇએ.

ગોરઘનભાઇએ સીબીઆઇ તપાસને ટાકતા વધુમાં જણાવ્યું કે, કેસ મામલે સીબીઆઇની તપાસમાં ઉલ્લેખ થયો છે કે જે યંગ ઇન્ડિયા કંપની 2010મા શરૂ થઇ હતી તે 10 રૂપિયાના ભાવના 9 કરોડ શેર ખરીદે છે એટલે કે 99 ટકા શેર યંગ ઇન્ડિયા કંપની લઇ લે છે.

આ સમગ્ર મામલે 2021મા તપાસ શરૂ થઇ છે. આ કેસની તપાસમાં જેટલુ મોડુ થઇ રહ્યુ છે તે ભારતીય જનતા પાર્ટી દ્વારા નથી કરવામાં આવ્યું પરંતુ કોર્ટમાં કેસ પેન્ડિંગ છે.

ચાર્જ શિટ કરવી કે કેમ તેમા ભાજપનો કોઇ રોલ જ નથી. આવનાર 25 તારીખે આ કેસની સુનવણી થવાની છે. પાંચ હજાર કરોડની કંપની 50 લાખમા લઇ લેવી, નેશનલ હેરાલ્ડ બંધ ન થવું જોઇએ તેમની સરકાર હતી

તો તેમણે જાહેરાત પેટે મદદ કરી શક્યા હોત પણ તેમ કર્યુ નહી.યંગ ઇન્ડિયા કંપનીએ એવી તો કેવી ચેરિટી કરી કે ટુંક સમયગાળામાં આખી કંપની ખરીદી. રાહુલ ગાંધી કોર્ટમાં પુરાવા રજૂ કરવા જોઇએ કે લેનાર અને દેનાર અમે નોહતા.કોંગ્રેસ નેશનલ હેરાલ્ડ કેસ મામલે જે જુઠ્ઠાણુ ફેલાવે છે તેની સામે ભાજપે સવાલ કર્યા છે.

આ કેસની શરૂઆત 2011-12મા થઇ હતી ત્યારે કેન્દ્રમા કોંગ્રેસની સરકાર હતી તો તેમણે તે દિવસે જવાબ રજૂ કરવા જોઇતા હતા. કોંગ્રેસનુ કહેવુ છે કે આ કેસ કોર્ટમા ન ચાલવો જોઇએ કારણ કે આ મની લોન્ડરીંગ નથી તો જ્યારે કોર્ટમા કેસ દાખલ થયો ત્યારે કોર્ટે તમામ પાસા જોયા હશે.

કોંગ્રેસ આ સમગ્ર મામલે જવાબ આપવા ના બદલે આંદોલન કરવાની વાત કરે છે. ભારતીય જનતા પાર્ટી જ્યારે જ્યારે સત્તામા આવી છે ત્યારે આવા કેસ સામે યોગ્ય અને કાયદેસરની તપાસ કરાવવામાં આવી છે.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

મુખ્યમંત્રીના અધ્યક્ષસ્થાને ગાંધીનગરમાં ગુજરાત સ્ટેટ રોડ ડેવલપમેન્ટ કોર્પોરેશનની ઉચ્ચસ્તરીય બેઠક સંપન્ન

ગાંધીનગર, સંજીવ રાજપૂત: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગરમાં ગુજરાત સ્ટેટ રોડ…

સરકારી વિજ્ઞાન કોલેજ, વરાછાના નવા બાંધકામ પ્લાનિંગ અંગે શિક્ષણ રાજ્ય મંત્રીની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ

ગાંધીનગર, સંજીવ રાજપૂત: સ્વર્ણિમ સંકુલ - ૨, ગાંધીનગર ખાતે શિક્ષણ રાજ્યમંત્રી…

1 of 5

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *