ભાવનગર જિલ્લાના હાથબ ગામની હાઇકૂલ ખાતે પુર્ણા યોજના અવેરનેસ માટે કિશોરીઓ દ્વારા રંગોળી સ્પર્ધા- હરીફાઈનું આયોજન કરવામાં આવ્યું હતું.
વિભાગય નાયબ નિયામકની કચેરી અમદાવાદ ઝોન અને ભાવનગર ગ્રામ્યના સંયુક્ત ઉપક્રમે હાથબ ગામની હાઈકૂલ ખાતે પુર્ણા યોજના અવેરનેસ માટે ૧૫ થી ૧૮ વર્ષની શાળાએ જતી અને શાળાએ નહીં જતી કિશોરીઓ દ્વારા રંગોળી સ્પર્ધા હરીફાઈનું આયોજન કરવામાં આવેલ અને પુર્ણા યોજના વિષે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી.
કિશોરીઓએ પુર્ણા યોજના વિશે વક્તવ્ય આપેલ આ કાર્યક્રમમાં પ્રોગ્રામ ઓફિસરશ્રી દ્વારા પુર્ણા શક્તિમાં રહેલા પોષક તત્વો વિષે વિસ્તૃતમાં ચર્ચા કરી હતી તેમજ પ્રોગ્રામ ઓફિસર દ્વારા પોષણ પખવાડિયા માટેની પોષણ ના મહત્વ ને ખુબજ સરસ સમજાવવામાં આવ્યું રંગોળી સ્પર્ધાના પ્રોગ્રામમાં ભાગ લેનાર તમામ કિશોરીએ ખૂબ જ સરસ રંગોળી દોરીને કંઈ ને કંઈ વિચાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.
જેમાં નિર્ણાયકો દ્વારા જે કિશોરી બેસ્ટ રંગોળી બનાવી હતી એ કિશોરીઓને પસંદગી કરવામાં આવી અને વિજેતા જાહેર કરેલ કિશોરીઓને ૧ થી૩ નંબર આપી પ્રોત્સાહન ઇનામ સ્માર્ટ વોચ,પ્રમાણપત્ર અને પૂર્ણા નું કિચન આપી કિશોરીઓ ને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.
આ કાર્યક્રમમાં પ્રોગ્રામ ઓફિસરશ્રી શારદાબેન શ્રી હાઇસ્કુલના પ્રિન્સીપાલશ્રી મદદનીશ શિક્ષક શ્રી તેમજ બાળ વિકાસ યોજના અધિકારીશ્રી મુખ્ય સેવિકાબેનો તેમજ વર્કર બહેનો અને પુર્ણા કિશોરીઓ હાજર રહ્યા હતા.