ભાવનગર જિલ્લામાં તા.૨૯ જાન્યુઆરી થી તા.૦૩ ફેબ્રુઆરી ૨૦૨૪ દરમ્યાન ગુજરાત રાજય આપત્તિ વ્યવસ્થાપન સત્તા મંડળ ગાંધીનગર તેમજ જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન કેન્દ્ર,કલેક્ટર કચેરી ભાવનગર અને જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીશ્રીની કચેરી દ્વારા સરકારી પ્રાથમિક શાળાઓમાં ગુજરાત શાળા સલામતી સપ્તાહ-૨૦૨૪ ની ઉજવણી કરવામાં આવી રહી છે.ત્યારે આ કાર્યક્રમ અંતર્ગત તમામ પ્રાથમિક શાળાઓમાં છ દિવસ દરમ્યાન અલગ અલગ પ્રવૃતિઓમાં પુર,વાવાઝોડુ,આગ,ભુકંપ તથા અન્ય આપત્તિઓ દરમ્યાન શુ કરવુ અને શુ ન કરવુ?તે વિશે સમજણ આપવામાં આવનાર છે.
જેના ભાગરુપે જિલ્લાની ૬૦ જેટલી મોટી શાળાઓમાં વિદ્યાર્થીઓને એન.ડી.આર.એફ.,આઈ.એસ.આર.,ફાયરસેવા,૧૦૮ સેવા,રેડક્રોસ તેમજ નિરમા અને સુમીટોમો વાગે જેવી એજન્સીઓ દ્વારા તાલીમ,ડેમોસ્ટ્રેશન લેકચર આપી ડીઝાસ્ટર અંગે માહિતગાર કરવામાં આવ્યા.
શાળા સલામતી સપ્તાહની ઉજવણીની શરૂઆત ઓનલાઇન થયા બાદ જિલ્લા કક્ષાના શાળા સલામતી કાર્યક્રમનુ ઉદઘાટન જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી મતિ રૈયાબેન મિયાણીના હસ્તે શિહોર તાલુકાની આંબલા કેન્દ્રવર્તી શાળા ખાતે કરવામાં આવેલ હતું.
આ કાર્યક્રમમાં મામલતદારશ્રી સિહોર,મામલતદારશ્રી ડીઝાસ્ટર,ડીપીઓ જીએસડીએમએ,એનડીઆરએફ ઇન્સ્પેકટરશ્રી (ટીમ સાથે),તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી સિહોર અને બીઆરસીશ્રી સિહોર વગેરે પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
શાળા સલામતી કાર્યક્રમનું સંચાલન જિલ્લા ડિઝાસ્ટર મેનેજમેંટ વિભાગના જિલ્લા પ્રોજેકટ અધિકારી શ્રી ડીમ્પલ તેરૈયા દ્વારા કરવામાં આવી રહ્યુ છે.