ભાવનગર જિલ્લા પંચાયત ખાતે રાષ્ટ્રીય બાલિકા દિવસ નિમિત્તે તેજસ્વિની જિલ્લા પંચાયત યોજાઈ
રાષ્ટ્રીય બાલિકા દિવસ નિમિત્તે તા.૨૪/૦૧/૨૦૨૪ના રોજ “તેજસ્વિની જીલ્લા પંચાયત”નું આયોજન સંવાદ હોલ,જીલ્લા પંચાયત ખાતે યોજવામાં આવેલ હતો.જેનું સમગ્ર સંચાલન બાલિકાઓ દ્રારા કરવામાં આવ્યું હતું.જિલ્લા પંચાયત ઉપપ્રમુખશ્રી વિક્રમભાઈ ડાભી ના અધ્યક્ષ સ્થાને કાર્યક્રમ યોજાયો હતો.
રાષ્ટ્રીય બાલિકા દિવસ કાર્યક્રમની શરૂઆત મહાનુભાઓ અને દીકરીઓના હસ્તે દિપ પ્રાગટ્યથી કરવામાં આવી હતી.ત્યારબાદ રાષ્ટ્રીય બાલિકા દિવસ નિમિત્તે બાલિકાઓ દ્વારા મહાનુભાવોનું પુષ્પગુચ્છ આપી સ્વાગત કરવામાં આવ્યું હતું.પ્રોગ્રામ ઓફિસરશ્રી શારદાબેન દેસાઈ,ICDS શાખા જીલ્લા પંચાયત દ્રારા ઉદ્બોધન કરવામાં આવેલ હતું.ત્યારબાદ જેમ જીલ્લા પંચાયતમાં સામાન્ય સભા મળે છે તે આજરોજ બાલિકાઓ દ્રારા તમામ સંચાલન બાલિકાઓ દ્રારા કરવામાં આવેલ અને અલગ અલગ સમિતિના ચેરેમેનશ્રી બનીને બાલિકાઓ દ્રારા વ્યક્તવ્ય આપવામાં આવ્યું હતું ત્યારબાદ પ્રશ્નોતરીમાં વિવિધ સમિતિના ચેરેમેનશ્રી દ્રારા બાલિકાઓના પ્રશ્નોના જવાબ આપવામાં આવેલ હતા.
ઉપપ્રમુખ જીલ્લા પંચાયત વિક્રમભાઈ ડાભી દ્વારા પ્રાસંગિક ઉદ્બોધન આપવામાં આવેલ તેમજ મતદાન અંગેની જાગૃતિ માટે અનિલભાઈ ગોસ્વામી દ્રારા મતદાન કરવા અને મતદાન અંગેની સમજ આપવામાં આવી હતી.તેમજ જિલ્લા વિકાસ અધિકારી દ્વારા પ્રાસંગિક ઉદ્બોધન આપવામાં આવેલ જેમાં દીકરીના જન્મ,શિક્ષણ,આરોગ્ય,પોષણ,સામાજીક દુષણો,જાતિગત સમાનતા અને હક્કો અને મતદાનના વિવિધ મુદ્રાઓ અંગે ચર્ચા કરવામાં આવેલ હતી.
વ્હાલી દિકરી યોજના અંતર્ગત ૩ લાભાર્થીઓને સ્થળ પર મંજુરી હુકમ વિતરણ તેમજ વક્તવ્ય આપનાર ૬ દીકરીઓને પ્રોત્સાહન રૂપે ભેટ આપવામાં આવેલ અને કાર્યક્રમના અંતે પ્રતિજ્ઞા વાંચન કરવામાં આવી હતી.
આ તકે કલેકટરશ્રી આર.કે.મહેતા,જિલ્લા વિકાસ અધિકારીશ્રી,ડૉ.પ્રશાંત જીલોવા,મહિલા અને બાળ વિકાસ યુવા પ્રવૃત્તિના ચેરમેનશ્રી બચુબેન રાધુભાઇ ગોહિલ,પ્રોગ્રામ ઓફિસરશ્રી શારદાબેન દેસાઈ,ICDS શાખા જીલ્લા પંચાયત અને જિલ્લા મહિલા અને બાળ અધિકારીશ્રી કિરણબેન મોરીયાણી ઉપસ્થિત રહ્યા હતા.