Gujarat

ભુજ નાં માંડવી બીચ ખાતે સ્વચ્છ સાગર સુરક્ષિત સાગર અંતર્ગત સફાઇ અભિયાન કાર્યક્રમ યોજાયો. 

ગુજરાત ઇન્સ્ટિટ્યૂટ ઑફ ડેઝર્ટ ઇકોલોજી દ્વારા આંતરરાષ્ટ્રીય કોસ્ટલ ક્લિન- અપ ડે 2023 અંતર્ગત માંડવી બીચ પર સ્વચ્છતા અભિયાન સ્વચ્છ સાગર, સુરક્ષિત સાગર યોજવામાં આવ્યું હતું.આ સ્વચ્છતા અભિયાન મરીન લીટર પ્રોગ્રામનું નિર્દેશન કરનાર ડો.પ્રભાકર મિશ્રા,રાષ્ટ્રીય સંયોજક,નેશનલ સેન્ટર ફોર કોસ્ટલ રિસર્ચ મિનિસ્ટ્રી ઑફ અર્થ સાયન્સના સહયોગથી હાથ ધરવામાં આવ્યું.

માંડવીની શેઠ શ્રી શૂરજી વલ્લભદાસ આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ,શેઠ ખીમજી રામદાસ કન્યા વિદ્યાલય,સિક્યોર નેચર એક એનજીઓના પ્રતિભાગીઓએ ભાગ લીધો હતો.આ સાથે સંશોધક અને વૈજ્ઞાનિક સંસ્થા ગુજરાત ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડેઝર્ટ ઇકોલોજીએ પણ ભાગ લીધો હતો.

આ ઈવેન્ટ દરમિયાન ગુજરાત ઈન્સ્ટીટ્યુટ ડેઝર્ટ ઈકોલોજીના ડાયરેક્ટર ડૉ.વી.વિજય કુમાર ગુજરાત ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ અને માંડવી નગર પાલિકાના અધિકારી/કર્મચારીઓએ હાજરી આપી હતી.આ કાર્યક્રમમાં શ્રી હરેશ વિંઝોડા,પ્રમુખ માંડવી નગરપાલિકા મુખ્ય મહેમાન તરીકે જોડાયા હતા અને આ કાર્યક્રમનું ઉદ્ઘાટન કર્યું હતું.

આ સામૂહિક સ્વચ્છતા અભિયાનમાં લગભગ ૧૦૦ લોકોએ ભાગ લીધો અને વિવિધ કેટેગરીના કુલ ૬૦૦ કિગ્રા દરિયાઈ કચરો એકત્રિત કરાયો હતો.

કાર્યક્રમનું સંકલન ડૉ.દુર્ગા પ્રસાદ બેહેરા,વૈજ્ઞાનિક દ્વારા કરવામાં આવ્યું હતું.આ વર્ષની આ ઇવેન્ટ G20 ઇવેન્ટ સાથે પણ એકરુપ છે અને ૧૬મી સપ્ટેમ્બર ૨૦૨૩ના રોજ આંતરરાષ્ટ્રીય કોસ્ટલ ક્લીનઅપ ડે ના રોજ સ્વચ્છ સાગર સુરક્ષિત સાગર વિશે જાગૃતિ લાવવા માટે દેશભરના ૪૦ બીચ પર વિશાળ સફાઈ અભિયાન હાથ ધરવામાં આવેલ હતું.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

રૂ.૪૦,૦૦૦/-ના ચોરી થયેલ મોબાઇલ ફોન સાથે એક ઇસમને ઝડપી મોબાઇલ ચોરીનો ગુન્હો શોધી કાઢતી ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ

પોલીસ મહાનિરીક્ષક શ્રી ગૌતમ પરમાર,ભાવનગર રેન્જ,ભાવનગર તથા પોલીસ અધિક્ષક ડો.શ્રી…

દેશી બનાવટની પિસ્ટલ કિ.રૂ.૧૦,૦૦૦/- નાં મુદ્દામાલ સાથે એક ઇસમને ઝડપી પાડતી ભાવનગર પેરોલ ફર્લો સ્કવોડ

પોલીસ મહાનિરીક્ષક શ્રી ગૌતમ પરમાર, ભાવનગર રેન્જ, ભાવનગર તથા પોલીસ અધિક્ષક શ્રી…

ભાવનગર યુનિવર્સિટીનાં ઈતિહાસ વિભાગનાં વિદ્યાર્થીઓએ ભારતીય રાષ્ટ્રીય અભિલેખાગારની મુલાકાત લીધી

મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટી - શામળદાસ કોલેજ ના, ઈતિહાસ વિભાગના…

દેશી બનાવટની બંદુક (કટ્ટો) ના મુદ્દામાલ સાથે એક ઇસમને ઝડપી પાડતી ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ.

પોલીસ મહાનિરીક્ષક શ્રી ગૌતમ પરમાર,ભાવનગર રેન્જ,ભાવનગર તથા પોલીસ અધિક્ષક ડો. શ્રી…

1 of 50

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *