ઔદ્યોગિક તાલીમ સંસ્થા અને એક્ષ ઓફીસીઓ ભાવનગર ની કચેરી દ્વારા ભાવનગર જીલ્લાના એપ્રેન્ટીસ એક્ટ હેઠળ નોંધાયેલ એકમો તથા એકમો ખાતે તાલીમ મેળવતા મહિલા એપ્રેન્ટીસો ને ખાસ જણાવવામાં આવે છે કે,ભાવનગર જીલ્લામાં એપ્રેન્ટીસ એક્ટ અધિનિયમ હેઠળ નોંધાયેલ એકમો ખાતે એપ્રેન્ટીસશીપ તાલીમ યોજના હેઠળ તા.૦૧/૦૪/૨૦૨૩ થી તાલીમ મેળવતા મહિલા એપ્રેન્ટીસ ને ગુજરાત સરકાર તરફથી એપ્રેન્ટીસશીપ તાલીમ યોજનામાં મહિલા એપ્રેન્ટીસો ઉમેદવારી વધે તથા સ્ત્રી-સશક્તિકરણ ને પ્રોત્સાહન રૂપે માસિક રૂ.૧૦૦૦/- (નિયમાનુસાર) ડાયરેક્ટ બેનીફીટ ટ્રાન્સફર યોજના હેઠળ (DBT) મહિલા એપ્રેન્ટીસોના બેંક બચત ખાતામાં ચુકવણી કરવા પાત્ર થાય છે.
આથી ભાવનગર જીલ્લાના એપ્રેન્ટીસ એક્ટ હેઠળ નોંધાયેલ એકમો ખાતે તાલીમ મેળવતા મહિલા એપ્રેન્ટીસો એ તાત્કાલિક અસરથી પોતાના એકમો સાથે સંપર્ક સાધી પરામર્શમાં રહીને જરૂરી આધાર-પુરાવા દસ્તાવેજો એકમો ખાતે રજુ કરવાના રહેશે અને દરેક લાગુ પડતા એકમોએ પોતાના એકમો ખાતે તાલીમ મેળવતા મહિલા એપ્રેન્ટીસોની જરૂરી ક્લેમ ફોર્મ,આધાર-પુરાવા સાથે વિગતવાર દરખાસ્ત તૈયાર કરીને ઔદ્યોગિક તાલીમ સંસ્થા ભાવનગર ખાતે તા.૭-૨-૨૦૨૪ સુધીમાં બિનચૂક રજુ કરવા ઔધોગિક તાલીમ સંસ્થા,ભાવનગરની યાદીમાં જણાવવામાં આવેલ છે.