રાષ્ટ્રીય બાલિકા દિવસ ની ઉજવણીનાં ભાગરૂપે આજે મહિલા અને બાળવિકાસ વિભાગ,ભાવનગર મહાનગરપાલિકા,આઈ.સી.ડી.એસ.ભાવનગર તેમજ જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરીનાં સંયુકત ઉપક્રમે તેજસ્વિની મહાનગરપાલિકાનું આયોજન કરવામાં આવ્યું હતું.
જેમાં કિશોરીઓ દ્વારા અનેક સામાજિક મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી.જેમાં સામાજિક દુષણો,આરોગ્ય અને પોષણ,જાતિગત સમાનતા અને દીકરીઓનાં હક્ક અને અધિકાર.જન્મ અને શિક્ષણ,પૂર્ણા યોજના અને આઈ.સી.ડી.એસ.યોજનાથી મળતા લાભો અંગે બાલિકાઓ દ્વારા દીકરીઓના જન્મ અને શિક્ષણ,નારી શક્તિ અને મતદાન જાગૃતિ અભિયાન,૩૩% મહિલા અનામત,આરોગ્ય અને પોષણ,દીકરીઓના હક અને અધિકાર વિશે,સામાજિક દૂષણો જેવા મુદ્દા પર ચર્ચા કરવામાં આવેલ હતી..
વ્હાલી દીકરી યોજના અંતર્ગત લાભાર્થીઓને મંજુરી હુકમનું વિતરણ મહાનુભાવોના વરદ હસ્તે કરવામાં આવેલ હતું.
આ કાર્યક્રમમાં ભાવનગર મહાનગરપાલિકાનાં મેયરશ્રી ભરતભાઈ બારડ,ડેપ્યુટી મેયર શ્રીમતી મોનાબેન પારેખ,સ્ટેન્ડિંગ ચેરમેનશ્રી રાજુભાઇ રાબડીયા,જિલ્લા કલેકટરશ્રી આર.કે.મહેતા,કમિશનરશ્રી એન.વી.ઉપાધ્યાય,ડેપ્યુટી મ્યુનિ કમિશનરશ્રી મનીષાબેન બ્રહ્મભટ્ટ તથા તમામ પદાધિકારીશ્રીઓ તેમજ અધિકારીશ્રીઓ કાર્યક્રમમાં ઊપસ્થિત રહ્યા હતા.