Helth

ડિલિવરી કીટ તથા ટેકનીકનો ઊપયોગ કરી એમ્બ્યુલન્સ માં જ સફળતા પુર્વક બાળકનો જન્મ કરાવતી 108 ટીમ

પાટણ, એ. આર,એબીએનએસ : સમી તાલુકા ના બાબરી ગામ માં રહેતાં સગર્ભા બેનને પ્રુસુતીની પીડા ઉપડતા જ પ્રફુલભાઇએ 108 માં કોલ કર્યો હતો. આ કોલ બાસ્પા 108 EMRI ગ્રીન હેલ્થ સર્વિસ ની ટિમ ને મળતા ત્યાં ના કર્મચારીઓ ઇએમટી ગણપતભાઈ ઠાકોર અને પાઈલોટ રમેશભાઈ ભરવાડ તરત જ 108 એમ્બ્યુલન્સ સાથે ઘટના સ્થળ પર પહોંચ્યા હતાં.

ત્યાંથી પેસન્ટ ને લઇને સરકારી હોસ્પિટલ રાધનપુર જવા નીકળ્યા હતા. શબ્દલપુરા નજીક પહોંચતા સગર્ભા ની પરિસ્થિતિ ગંભીર જણાઈ આવતા ડિલિવરી કરાવી પડે તેમ હતી.

આથી ઇએમટી દ્વારા અમદાવાદ ખાતેના 108 ના ઇમરર્જન્સી ercp ડોક્ટર મિહિરભાઇ ને કોલ કરી તેમની નિષ્ણાતની સલાહ લીધી હતી અને 108 એમ્બ્યુલન્સ માં ઉપલબ્ધ ડીલીવરી ના સાધનો ડિલિવરી કીટ તથા ટેકનીકનો ઊપયોગ કરીને એમ્બ્યુલન્સ માં જ સફળતા પુર્વક બાળક નો જન્મ કરાવવામાં આવ્યો હતો.

તથા વધુ સારવારર્થે માતા અને બાળક ને SDH રાધનપુર માં ખસેડવામાં આવ્યા હતા. બાળકી નો જન્મ થતા પરિવાર માં હર્ષ ની લાગણી ફેલાઈ હતી. આમ 108 એમ્બ્યુલન્સ દ્વારા કટોકટી ના સમયે જરાપણ વિલંબ કર્યા વગર ડિલિવરી કરાવતા માતા અને બાળક નો અમૂલ્ય જીવ મુશ્કેલી માં મુકતા બચી ગયેલ હતો. પ્રોગ્રામ મેનેજર બળદેવ રબારી સર અને EME નરેશ પટેલ સર દ્રારા ટીમ ની પ્રશનીય કામગીરી બદલ બિરદાવવા માં આવ્યા હતા.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

1 of 6

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *