જામનગર, સંજીવ રાજપૂત: ગવર્મેન્ટ ડેન્ટલ કોલેજ અને હોસ્પિટલ જામનગર ખાતે ઓરલ મેડિસન અને રેડિયોલોજી વિભાગ દ્વારા “વિશ્વ કેન્સર દિવસ” ની ઉજવણી કરવામાં આવી હતી. જે અંતર્ગત ઓપીડીમાં આવેલ તમામ દર્દીઓની મોઢાની તપાસ કરીને કેન્સર અને કેન્સર પૂર્વેના તબક્કાનું નિદાન કરવામાં આવેલું હતું.
જે દર્દીઓમાં કેન્સર સંબંધી વધારે લક્ષણો જણાયા તેઓની સાયટોસ્મિયર એટલે કે માઈક્રોસ્કોપ દ્વારા કોષોની તપાસ પણ કરવામાં આવેલ હતી. આ સાથે દર્દીઓ તેમજ સાથે આવેલ સગા-સંબંધીઓને તમાકુ, તમાકુની આડઅસરો, કેન્સર અને કેન્સરના વેહલા નિદાનથી સારવારમાં થતાં ફાયદાઓની સચિત્ર માહિતી વ્યાખ્યાન દ્વારા આપવામાં આવી હતી.
કાર્યક્રમ અંતર્ગત દર્દીઓને એન્ટી ઓક્સડન્ટ દવાઓનું વિનામૂલ્યે વિતરણ પણ કરવામાં આવેલ હતું. સમગ્ર કાર્યક્રમ સંસ્થાના ડીન શ્રી ડો.નયનાબેન પટેલની સીધી દેખરેખ હેઠળ તેમજ વિભાગના વડા ડો.રીટા ઝા ના માર્ગદર્શન હેઠળ યોજાયેલ. કાર્યક્રમને સફળ બનાવવા ઓરલ મેડિસન અને રેડીઓલોજી વિભાગના ડોકટરો, ડો.માનસી ખત્રી, ડો.અભિષેક નિમાવત, ડો.કાજલ શીલું અને ડો.ફોઝિયા પઠાણે જહેમત ઉઠાવી હતી.