Helth

વડાપ્રધાનની પહેલ ૧૨ વર્ષમાં ૧.૧૯ કરોડ લાભાર્થીઓના જીવનમાં લાવી “ખિલખિલાટ”

અમદાવાદ, સંજીવ રાજપૂત: રાજ્ય સરકાર આરોગ્ય સંસ્થાઓમાં સગર્ભા બહેનો, ધાત્રી માતાઓ અને બાળકોને શ્રેષ્ઠત્તમ આરોગ્ય સેવાઓ આપીને માતા અને બાળમૃત્યુદર ઘટાડવા સતત કટિબધ્ધ છે. આ ઉમદા હેતુમાં મહત્વની ભૂમિકા ભજવી રહ્યો છે રાજ્ય સરકારનો જનની શિશુ સુરક્ષા કાર્યક્રમ (JSSK) . જેના અંતર્ગત ૪ સપ્ટેમ્બર ૨૦૧૨ થી સગર્ભા બહેનો તથા ધાત્રી માતાઓ માટે ખિલખિલાટ વાહનોની સેવા શરૂ કરવામાં આવી હતી.

વેસ્ટ માંથી બેસ્ટ અને રીયુઝની તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્રભાઇ મોદીની પહેલ આજે કરોડો સગર્ભા બહેનો અને ધાત્રી માતાઓ તેમજ નવજાત શિશુઓના જીવનમાં ખિલખિલાટ લાવી રહી છે.

આ યોજના અંતર્ગત જાહેર આરોગ્ય સંસ્થામાં પ્રસુતિ પછી માતા અને નવજાત શિશુને આરોગ્ય સંસ્થાથી ઘરે પરત મુકવાની (ડ્રોપ બેક) મફત સુવિધા પૂરી પાડવામાં આવે છે. હાલ રાજ્યના તમામ જિલ્લાઓ અને કોર્પોરેશન માં કુલ ૪૧૪ ખિલખિલાટ વાહન લાભાર્થીઓને નિઃશુલ્ક પરિવહન સેવાઓ આપે છે. મોટાભાગના ખિલખિલાટ વાહનો એક કરતા વધુ સુવિધા આપે છે.

નાણાકીય વર્ષ ૨૦૨૩-૨૪ માં ૪૧૪ ખિલખિલાટ વાન દ્વારા ૨,૦૦૦ થી વધારે હાઇ વર્ક લોડ આરોગ્ય સંસ્થાના (MCH, DH, SDH, CHC, PHC, UPHC) લાભાર્થીઓને પરિવહન સેવાઓ પુરી પાડવામાં આવી છે. આ ઉપરાંત, પ્રસુતિ પહેલા (ANC) અને પ્રસુતિ પછીની (PNC) તપાસ અને સેવાઓ મેળવવા માટે સગર્ભા બહેનો અને ધાત્રી માતાઓને ઘરેથી આરોગ્ય સંસ્થા અને આરોગ્ય સંસ્થાથી ઘરે પીક અપ અને ડ્રોપ બેક સેવાઓ આપવામાં આવે છે.

અત્રે નોંધનીય છે કે, આ યોજના અંતર્ગત સપ્ટેમ્બર ૨૦૧૨થી અત્યાર સુધીમાં કુલ ૧,૧૯,૯૬,૭૧૮ લાભાર્થીઓને સેવાઓ આપવામાં આવી છે. જેમાં ૫૦,૪૩,૧૧૦ સગર્ભા માતાઓને ANC ચેક-અપ માટે, ૧૨,૦૩,૬૯૪ ધાત્રી માતાઓને PNC ચેક-અપ માટે અને ૩૨,૬૬,૩૬૦ નવજાત શિશુઓને ચેકઅપ માટે પીક અપ અને ડ્રોપ બેકની સેવાઓ અને ૨૩,૭૨,૬૮૯ PNC માતાઓ અને નવજાત શિશુઓ સંસ્થાકીય ડિલિવરી પછી આરોગ્ય સંસ્થાથી ઘર સુધીની ડ્રોપ બેક સેવાઓ આપવામાં આવી છે.

વર્ષ ૨૦૨૩-૨૪ દરમિયાન, “જનની શિશુ સુરક્ષા કાર્યક્રમ” હેઠળ કુલ ૧૮,૪૫,૯૮૪ નથીલાભાર્થીઓને ખિલખિલાટ વાહનો દ્વારા મફત પરિવહન સેવાઓ પૂરી પાડવામાં આવી હતી. જેમાં ૯,૭૮,૪૭૭ સગર્ભા માતાઓને ANC ચેક-અપ માટે, ૩,૧૦,૨૦૧ ધાત્રી માતાઓને PNC ચેક-અપ માટે અને ૩,૯૯,૨૫૪ નવજાત શિશુઓને ચેકઅપ માટે પીક અપ અને ડ્રોપ બેક ની સેવાઓ અને ૧,૫૫,૯૪૮ પોસ્ટનેટલ માતાઓ અને નવજાત શિશુઓ સંસ્થાકીય ડિલિવરી પછી આરોગ્ય સંસ્થાથી ઘર સુધીની ડ્રોપ બેક સેવાઓ આપવામાં આવી છે.

હાલ રાજ્યમાં ૪૧૪ ખિલખિલાટ વાહનો સેવામાં કાર્યરત છે. જે રાજ્યની તમામ સગર્ભા બહેનો, ધાત્રી માતાઓ અને નવજાત શિશુઓને બિન-ઇમરજન્સી કિસ્સાઓમાં ઘરેથી આરોગ્ય સુવિધા, રેફરલ અને આરોગ્ય સુવિધાથી ઘર સુધી નિઃશુલ્ક પરિવહન સેવાઓ આપે છે. મફત પરિવહન પ્રદાન કરવાથી લાભાર્થીઓ આરોગ્યસંભાળ સેવાઓ મેળવવા માટે પ્રોત્સાહિત થાય છે.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

રાધનપુર ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી દ્વારા જિનેરિક દવાનું 50% થી 90% સસ્તી દવાનું વેચાણ કરી અવગત કરાયા…

એબીએનએસ, રાધનપુર: પાટણ જિલ્લાના રાધનપુર ખાતે સરકારી રેફરલ હોસ્પિટલ કેમ્પસમાં…

1 of 5

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *