એબીએનએસ, રાધનપુર: પાટણ જિલ્લાના રાધનપુર ખાતે સરકારી રેફરલ હોસ્પિટલ કેમ્પસમાં ઇન્ડિયન રેડ ક્રોસ દ્વારા જિનેરિક દવાઓનું વેચાણ કરવાનું શરુ કરી લોકોને ક્વોલિટી એકજ સરખી હોય તે બાબતે “ડેમો” ગોઠવી અવગત કરે છે.
કોઈપણ બીમાર વ્યક્તિની સારવાર માટે તમામ પ્રકારના રિસર્ચ અને સ્ટડી બાદ એક રસાયણ (સોલ્ટ) તૈયાર કરવામાં આવે છે, જેને સરળતાથી ઉપલબ્ધ કરવા માટે દવાનું રૂપ આપવામાં આવે છે,
આ સોલ્ટને દરેક કમ્પની અલગ અલગ નામથી વેચે છે, પરંતુ આ સોલ્ટનું જિનેરિક નામ સોલ્ટ કોમપોઝિશન (બંધારણ) અને બીમારીને ધ્યાનમાં રાખીને એક વિશેષ સમિતિ દ્વારા નક્કી કરવામાં આવે છે,
કોઈપણ સોલ્ટનું જિનેરિક નામ સમગ્ર વિશ્વમાં એક જ રહે છે. આવી માહિતી ત્યાંના સ્ટાફ મિત્રો દ્વારા આપવામાં આવી હતી. અને લોકોને માહિતગાર કરતા હતાં.ઇન્ડિયન રેડ ક્રોસ રાધનપુર શાખા દ્વારા આવા વિવિધ કાર્યો કરી લોકોને મદદરૂપ બને છે.