પાટણ. એઆર. એબીએનએસ: પાટણ જીલ્લાના રાધનપુર ખાતે ઇન્ડિયન રેડ ક્રોસ ગુજરાત રાજ્ય શાખા દ્વારા રેડ ક્રોસ આપના દ્વારે તેના સાત સિદ્ધાંત જેવા કે વૈશ્વિકતા,સ્વયંસેવા, માનવતા, સ્વતંત્રતા, નિષ્પક્ષતા એકતા અને તટસ્થતા ના સૂત્ર સાથે ચેરમેન અજયભાઈ પટેલના આગવા વિઝન અને રાધનપુર શાખા ના ચેરમેન ડૉ. નવીનભાઈ ઠક્કર ના માર્ગદર્શન દ્વારા રેડક્રોસ રથ નું રાધનપુર માં આગમન થયું હતું.
રેડ ક્રોસ સ્થાપના દિન ૦૮ મે ની ઉજવણી મા લોકો મોટી સંખ્યામાં જોડાયા હતા તે વિચાર સાથે અને પ્રચાર પ્રસાર માટે ગુજરાત ભરમાં રેડ ક્રોસ રથ ફરી રહ્યો છે.ત્યારે ઠેર ઠેર આવકાર પણ મળી રહ્યો છે.
રાધનપુરમાં રેડ ક્રોસ રથનું આગમન રાધનપુર મુકામે થતા હતું ત્યારે ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી રાધનપુર તાલુકા બ્રાન્ચના ચેરમેન ડૉ. નવીનભાઈ ઠક્કર ના માર્ગદર્શન હેઠળ સ્વાગત કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે વાઈસ ચેરમેન ડૉ. દિનેશભાઇ ઠક્કર, સેક્રેટરી રાઘરામભાઈ ઠક્કર, જોઈન્ટ સેક્રેટરી કાંતિભાઈ નાઈ, ટ્રેઝરર મહેશ રાઠોડ, શાખાના સભ્યો, રાધનપુર ના પ્રભુદ્ધ નાગરિકો ઉપસ્થિત રહ્યા. રેડ ક્રોસ ફ્લેગ દ્વારા રેડ ક્રોસ રથ ને રાધનપુર નગર માં પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું. રેડક્રોસ ગુજરાત રાજય શાખાના સંજયભાઈ, સુરેશભાઈ દ્વારા વિવિધ પ્રવૃતિઓની સમજ આપવામાં આવી હતી. રાધનપુર તાલુકા માં રેડક્રોસ ની સેવાકીય પ્રવૃતિઓ વધે એ માટે હોદેદારો પ્રવૃતિઓ ની જાણકારી આપી હતી.