પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સેબલપાણી દ્વારા અંબાજી ખાતે વિશ્વ મલેરિયા દિવસ ની ઉજવણી કરવામા આવી. જેમા મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી સાહેબ શ્રી અને જિલ્લા એપેડેમિક અધિકારી અને તાલુકા આરોગ્ય અધિકારી ર્ડો. કિરણ ગમાર ના માર્ગદર્શન હેઠળ આજરોજ 25 એપ્રિલ વિશ્વ મલેરિયા દિવસ ની ઉજવણી નિમિત્તે આંગણવાડી ભાટવાસ ખાતે ગામમાંથી લોકોને બોલાવી મેલેરિયા રોગ ની સંપૂર્ણ જાણકારી આપી
સાથે સાથે રોગ થવાના કારણો રોગ થવાના લક્ષણો અને તેનાથી બચવાના ઉપાયો જણાવી વિસ્તૃત માર્ગદર્શન આપ્યું તથા રોગ થવા પાછળના મુખ્ય કારક એનોફીંલીશ માદા મચ્છર ના પોરા તથા પોરા ખાનાર ગપ્પી ગમ્બુશિયા માછલી અને મચ્છર દાની નું નિદર્શન કરી ગામ લોકો ને જાણકારી આપી
તથા મલેરિયા પત્રિકા નું વિતરણ કરી અને સાથે સાથે મેડિકલ કેમ્પનું આયોજન કરી જરૂરિયાતમંદ દર્દીને સારવાર આપવામાં આવી.આ કાર્યક્રમમા તાલુકા કક્ષાએથી તાલુકા સુપરવાઇઝર હસમુખભાઈ જોશી અને પિલ્લઈબેન ઉપસ્થિત રહી લોકોને અતિ મહત્વ આરોગ્ય શિક્ષણ આપ્યું.ઉપરોક્ત કામગીરી નું સફળ આયોજન પ્રા.આ.કે. સેબલપાણી ના સુપર વાઇઝર વિજય ચૌધરી અને દિનેશભાઇ ચૌહાણ દ્વારા કરવામાં આવ્યું….
રિપોર્ટર પ્રહલાદ પૂજારી અંબાજી