જુનાગઢ ખાતે “ઈતિહાસ શિક્ષણ અને મૂલ્યો ” વિષય પર શિક્ષણ સંગોષ્ઠિથી યોજાઈ ગઈ
ગુજરાત શૈક્ષણિક સાંસ્કૃતિક મંચનું ત્રિદિવસીય આયોજન
સમગ્ર ગુજરાતમાં શિક્ષણ ક્ષેત્રમાં અનેક નવા પરિમાણો સાથે પોતાનું યોગદાન કરતી અવૈધિક શિક્ષણ સંસ્થા “ગુજરાત શૈક્ષણિક સાંસ્કૃતિક મંચ”ની શિક્ષણ સંગોષ્ઠિના ભાગરૂપે મણકો છ
જુનાગઢની વિશ્વગ્રામ શૈક્ષણિક સંસ્થા ખાતે તારીખ 14,15 અને 16 નવેમ્બર દરમિયાન સંપન્ન થયો તારીખ 14 મી અને ગુરુવારના રોજ યોજાયેલા પ્રારંભિક સત્રમાં ઉદ્ઘાટન બેઠકને સંબોધિત કરતા ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીના કુલપતિ પ્રો(ડો.)ચેતન ત્રિવેદીએ જણાવ્યું કે ઈતિહાસની આપણી ભૂલોમાંથી સુધારાઓ કરીને સતત વિકાસની પ્રક્રિયાને જાળવી રાખવી જોઈએ
શિક્ષણ એ બાળકની પરિપક્વતા,પરિવર્તન અને પુનરાવર્તન માટે ખૂબ જરૂરી છે અને તેમાં શિક્ષકો ચાવીરૂપ ભૂમિકામાં હોય છે જગતનો સદીઓ જૂનો ઈતિહાસ તપાસવા બેસીએ તો ખ્યાલ આવે છે કે માનવ ઈતિહાસ જાતજાતના અનેક યુદ્ઘોથી ભર્યો પડ્યો છે
યુદ્ઘોએ માણસની બીજાને જીરવવાની વાત કરતા બીજા પર જીતવાની વૃત્તિને વધુને વધુ પ્રબળ બનાવી હતી આવા યુદ્ઘોને આપણે આજે પાઠ્યપુસ્તકોમાં દાખલ કરીને ખરેખર શું શીખવવા માંગીએ છીએ? ‘વી આર નોટ મેઈકર્સ ઓફ હિસ્ટ્રી,વી આર મેઈડ બાય હિસ્ટ્રી.દ્વિતીય સત્રમાં સંત સાહિત્યના વિદ્વાન આનંદ આશ્રમ ઘોઘાવદરના ડો. નિરંજનભાઈ રાજ્યગુરુએ સંતોની ભૂમિકા જીવનના સંસ્કારો અને ઘડતર માટે ઐતિહાસિક ગણાવી હતી
બીજા દિવસના સત્રમાં જુનાગઢ મ્યુઝિયમના ક્યુરેટર ડો.સેફાલિકા અવસ્થીએ મ્યુઝિયમો એ માત્ર શોભા નથી પરંતુ ઐતિહાસિક તવારીખને યાદ અપાવતું એવું કેલેન્ડર છે કે જેમાંથી આપણે સતત કંઈક શીખી રહ્યા છીએ અતિમ સત્રમાં ઈતિહાસવિદ્ ડો.પ્રદ્યુમન ખાચરે ઈતિહાસ આપણે કહીએ તેમ નહીં પરંતુ તેના સત્ય સાથે જોડાયેલો હોય છે તેનાથી આપણે જરાય દૂર જઈ શકીએ નહી
જુનાગઢના ઈતિહાસ સાથે સંકળાયેલા અનેક રહસ્યોને તેમણે ઉદઘાટિત કરીને સૌને અચંબિત કર્યા હતા રાત્રી બેઠકમાં જાણીતા લોકસાહિત્યકાર લાખણશીભાઈ ગઢવીએ એવી જમાવટ કરી કે શ્રોતાઓ તેના લોકવાર્તાના વિષયમાં તરબોળ થઈ ગયાં હતા
પ્રથમ બેઠકમાં યજમાન સંસ્થાના સંચાલકો અનિલભાઈ કાવાણી,ડો હસમુખભાઈ કોરાટ,જૈમિન સોરઠીયા પણ ઉપસ્થિત રહ્યા હતા પ્રતિભા સંપન્ન 12 શિક્ષકોનું સન્માન કરવામાં આવ્યું હતુ શૈક્ષણિક મંચના એક પ્રકલ્પ “દસ બાર ચપટીમાં પાર” કે જે જાહેર પરીક્ષાઓમાં ધોરણ 10 માં 12 માં વિદ્યાર્થીઓને સફળતાની અલગ અલગ પ્રવૃત્તિઓ શીખવીને માનસિક તનાવમાંથી બહાર કાઢે છે
તેમાં ડો.ધર્મેન્દ્ર કનાલા,ડો.જીતુભાઈ ખુમાણ,એલ.વી.જોષી વગેરે પ્રશિક્ષણ આપ્યું હતુ અને આ પ્રકલ્પમાં 35 જેટલા પ્રવક્તા ઓએ જોડાઈને 150 થી વધારે શાળાઓ સુધી પહોંચવાનો સંકલ્પ જાહેર કર્યો હતો શૈક્ષણિક મંચના સંયોજક તખુભાઈ સાંડસુરનું તાજેતરમાં લોકભારતી સણોસરા ખાતે પ્રાપ્ત સન્માન રાશિમાંથી 11 હજાર રૂપિયાના શિક્ષકોના ફોરમ પુરસ્કારમાં આપવાની જાહેરાત થઈ હતી
બીજા દિવસની અંતિમ સત્રમાં મંચ દ્વારા પ્રકાશિત “મારી શાળા: આચાર નવાચાર” પુસ્તકનું લોકાર્પણ કરવામાં આવ્યું હતુ પ્રારંભમાં સંસ્થા પરિચય શ્યામજીભાઈ દેસાઈએ કરાવ્યો હતો સમગ્ર કાર્યક્રમનું સંચાલન અને આયોજન સંયોજક તખુભાઈ સાંડસુરે કર્યું હતુ
કાર્યક્રમને સફળ બનાવવા માટે ડો.ભાવનાબેન ઠુંમર,ડો.જીતેન્દ્ર ભાલોડીયા,જીતુભાઈ જોશી,ડો. પ્રદીપસિંહ સિંધા, ભગવતદાનભાઈ ગઢવી વગેરે યોગદાન રહ્યું હતુ શૈક્ષણિક મંચ દ્વારા સુશ્રી દીપ્તિબેન જોશી સંજયભાઈ મકવાણા અને પરેશભાઈ હિરાણીનું સન્માન કરવામાં આવ્યું હતુ ત્રિદિવસિય કાર્યક્રમમાં સમગ્ર ગુજરાતના પ્રતિભાશાળી શિક્ષકો ઉપસ્થિત હતા જુનાગઢ મ્યુઝિયમ, નકલંગધામ તોરણિયા તથા ગિરનારની પણ મુલાકાત કરી હતી
રીપોર્ટ નિલેષ ઢીલા ઉમરાળા