Latest

કમાલપુરની દિકરીએ કરી કમાલ: દિલ્હી ખાતે સૌથી યુવા લેખિકા તરીકે કરાયું સન્માન.

ઇડર: સાબરકાંઠા, મહેસાણા અને ગાંધીનગર જિલ્લાના ત્રિભેટે આવેલુ ઇડર તાલુકાનું કમાલપુર ગામ આમ તો સાવ અજાણ્યું લાગે પરંતુ ત્યાંની દિકરીએ એવી તો કમાલ કરી છે કે સાબરકાંઠા જિલ્લો જ નહિ પરંતુ સમગ્ર ગુજરાત અને દેશને તેના આ કાર્ય પર ગર્વ લઇ શકે.

ખેડૂત પરીવારમાં જન્મેલી શ્વેતા પટેલે પોતાનું પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ ગામમાંથી જ લીધુ જયારે વિજ્ઞાન પ્રવાહ સાથે સ્નાતક ઇડરથી કર્યું પરંતુ જેનું નિર્માણ લેખન કૌશલ્ય માટે જ થયું હોય એ જ સ્વાભાવિક રીતે પત્રકારત્વ સાથે નાતો બંધાય તેમ શ્વેતા પટેલે ગુજરાત વિધાપીઠમાંથી પત્રકારત્વમાં પણ અવલ્લ નંબરે ઉતીર્ણ થઇ, બસ ત્યારથી સફર શરૂ થઇ આ લેખનની, માંડ ૨૪ની ઉમરે પંહોચેલી શ્વેતા પટેલ સંશોધન કરી લેખન કરે અને તેની નોંધ છેક દિલ્હી સુધી લેવાય એ સાવ નાની સૂની વાત ન કહેવાય.
આ અંગે વાત કરતા યુવા લેખિકા શ્વેતા પટેલ કહે છે કે, સમગ્ર દેશમાં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીએ દેશના આઝાદીના ૭૫ વર્ષ પૂર્ણ થતાં

આઝાદીનો અમૃત મહોત્સવની ઉજવણીનો પ્રારંભ કર્યો. જે અંતર્ગત ભારત સરકારના શિક્ષણ મંત્રાલય, નેશનલ બુક ટ્રસ્ટ અંતર્ગત પી એમ યુવા મેન્ટોર સ્કીમ અમલમાં મુકી જેમાં વણખેળાયેલા ઇતિહાસને ઉજાગર કરવા સમગ્ર ભારતમાંથી ૭૫ પી. એમ યુવા લેખકોની પસંદગી કરવામાં આવી હતી. જેમાં પત્રકારત્વના અભ્યાસકાળ વર્ષ-૨૦૨૧દરમિયાન જ ગુજરાતમાંથી યુવા લેખિકા તરીકે મારી પસંદગી કરાઈ હતી.

લગભગ એક વર્ષના સંશોધન બાદ સાબરકાંઠામાં આઝાદીની ચળવળમાં આદિવાસી ક્રાંતકારીઓની ભૂમિકાનું ચિત્રનું આબેહૂબ નિરૂપણ કરતું ” ગોઝારો ઢેખાળીયો કૂવો- દઢવાવ”પુસ્તક સ્વરૂપે આકાર પામ્યું. જેનું નેશનલ બુક ટ્રસ્ટ દ્વારા વિશ્વ પુસ્તક મેળો, પ્રગતિ મેદાન ન્યુ દિલ્લી ખાતે કેન્દ્રીય શિક્ષા રાજ્યમંત્રીશ્રી રાજકુમાર રંજનની ઉપસ્થિતમાં વિમોચન કરવામાં આવ્યું હતું.

યુવા લેખિત શ્વેતા પટેલે ઇન્ટરનેશનલ કોર્નર ન્યુ દિલ્લી ખાતે ઉદબોધન કરતા જણાવ્યું હતું કે આપણે થોડા દિવસ પહેલા જ ૨૧ ફેબ્રુઆરીએ આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિવસની ઉજવણી કરી. હું મારી માતૃભાષા ભાષામાં વાત કરવાનું પસંદ કરીશ. કારણ કે જો હું મારી માતૃભાષા નહીં બોલું તો બીજું કોણ બોલશે. મને મારી માતૃભાષા ઉપર ગર્વ છે.દરેક નાગરિકને પોતાની માતૃભાષાનો ગર્વ હોવો જોઈએ.ગુજરાતના યુવા લેખિકાના પ્રભાવશાળી વક્તવ્યથી ફ્રાન્સના મહેમાનો સહીત સૌ કોઈ ખુબ પ્રભાવિત થયાં હતા.પ્રગતિ મેદાનમાં જય જય ગરવી ગુજરાતની સાથે ભારત માતા કી જયના નાદ ગુંજ્યા હતા. ઉલ્લેખનીય છે કે, વિવિધક્ષેત્રે નામના પ્રાપ્ત કરનાર અને બહુમખી પ્રતિભા ધરાવતા શ્વેતા પટેલ હાલ સાબરકાંઠા જિલ્લા માહિતી કચેરી ખાતે માહિતી મદદનીશ તરીકે કાર્યરત છે.

આ પુસ્તકનું કેન્દ્ર સરકારના નેશનલ બુક ટ્રસ્ટ દ્વારા જુદી જુદી ભાષાઓમાં ટ્રાન્સલેટ કરી દેશ વિદેશના પુસ્તકાલયોમાં સ્થાન આપવામાં આવશે.વર્ડ બુક ફેર દરમિયાન દેશના ૭૫ યુવાઓ દ્વારા કર્તવ્ય પથ, પી. એમ સંગ્રહાલય, રાષ્ટ્રપતિ ભવનની મુલાકાત કરવામાં આવી હતી. વિશ્વ પુસ્તકમેળો ૫ માર્ચ સુધી ખુલ્લો મુકવામાં આવ્યો છે.

પી.એમ યુવા મેન્ટોર સ્કીમ ૩૦ વર્ષથી ઓછી ઉંમરના લેખકોને પોતાની જાતને અભિવ્યક્ત કરવા અને કોઈપણ આંતરરાષ્ટ્રીય પ્લેટફોર્મ પર ભારતને રજૂ કરવા માટે તૈયાર કરવામાં આવી છે. તેમજ ભારતીય સંસ્કૃતિ અને સાહિત્યને વૈશ્વિક સ્તરે રજૂ કરવા માટે તૈયાર કરાઈ છે.
આ કાર્યક્રમમાં નોબેલ પ્રાઇસ 2022 વિજેતા ફ્રાન્સના લેખિકા એની એનોક્સ, ફ્રાન્સના રાજદૂત એમેન્યુઅલ લેનિન, ફ્રાન્સ એમ્બેસીના સાંસ્કૃતિક બાબતોના સલાહકાર એમેન્યુઅલ લેબ્રલ ડેમિઅન્સ, ITPOના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર પ્રદીપ સિંહ ખારોલા,નેશનલ બુક ટ્રસ્ટના ડાઇરેક્ટરશ્રી યુવરાજ માલિક, એનબીટીનો સ્ટાફ, દેશના 75 યુવાઓ, સાહિત્યજિજ્ઞાશુંઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રીએ ડી-કેબિન ખાતે નવનિર્મિત રોડ અંડર બ્રિજનું ઉદ્ઘાટન કર્યું.

અમદાવાદ, સંજીવ રાજપૂત: કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહે મેયર શ્રીમતી…

ઇલેક્ટ્રિક લોકો શેડ વટવા દ્વારા પ્રથમ થ્રી ફેસ ઇલેક્ટ્રિક લોકોનું ટીઓએચ મુખ્ય શેડ્યૂલ સફળતાપૂર્વક થયું પૂર્ણ

અમદાવાદ, સંજીવ રાજપૂત: પશ્ચિમ રેલવે ના અમદાવાદ રેલવે મંડળ ના ઇલેક્ટ્રિક લોકો શેડ…

ધોળકાના કેલીયા વાસણા ગામનાં મહિલા સરપંચ દિલ્હી ખાતે પ્રજાસત્તાક પર્વની ઉજવણીમાં વિશિષ્ટ અતિથિ બનશે

અમદાવાદ, સંજીવ રાજપૂત: અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકાના કેલીયા વાસણા ગ્રામ…

1 of 576

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *