શક્તિ ભક્તિ અને આસ્થાનો ત્રિવેણી સંગમ એટલે જગવિખ્યાત યાત્રાધામ અંબાજી ગુજરાત અને રાજસ્થાનની સરહદે આવેલું છે. અંબાજી દેશના 51 શકિતપીઠ મા આધ્યશક્તિ પીઠ તરીકે ઓળખાય છે. અંબાજી ખાતે માં અંબાના મંદીર સિવાય વિવિઘ ભગવાનના મંદીર આવેલા છે. અંબાજી ખાતે શીતળા માતાજીના મંદિરે ભકતો મોટી સંખ્યામાં દર્શન કરવા આવ્યા હતા.
અંબાજી ખાતે રહેતા લોકો સવારે શીતળા માતાજીને ઠડું ભોજન ધરાવીને પૂજા અર્ચના કરી હતી. અંબાજી ખાતે ભાટવાસ અને આબુરોડ માર્ગ પર શીતળા માતાજીનું મંદિર આવેલુ છે. અંબાજી અગ્રવાલ સમાજના રોશનલાલ પરીવાર દ્વારા આ મંદિરનું નિર્માણ 1960 મા કરાયુ હતુ. બુધવારે મોટી સંખ્યામાં ભક્તો શીતળા સાતમે મંદિરે દર્શન કરવા આવ્યા હતા.
અંબાજી ખાતે ગુજરાતી સમાજ અને રાજસ્થાની સમાજ મોટી સંખ્યામાં વસવાટ કરે છે. અંબાજી ખાતે રહેતા રાજસ્થાની સમાજના લોકો મારવાડી સાતમે વ્રત કરે છે અને તે દિવસે શીતળામાની પૂજા અર્ચના કરે છે આ સાતમ શિયાળામાં આવે છે જ્યારે ગુજરાતી સાતમ ચોમાસાની ઋતુમાં આવે છે. બુધવારે મોટી સંખ્યામાં ભક્તો સવારથી સાંજ સુધી શીતળા માના મંદિરે દર્શન કરવા આવ્યા હતા
માતાજીના મંદિરે પ્રસાદની વ્યવસ્થા પણ સ્વ.રોશનલાલ અગ્રવાલ ના પરીવાર દ્વારા કરવામાં આવી હતી. મંદિરને રંગબેરંગી ફુલો થી શણગારવામા આવ્યું હતુ.સુરક્ષા માટે પોલીસ જવાન પણ હાજર હતા અને મંદીરના જીઆઈએસએફએસ ના જવાનો પણ હાજર રહ્યા હતા. સાંજની આરતીમાં મોટી સંખ્યામાં ભક્તો જોડાયા હતા.અંબાજી પ્રહલાદ પૂજારી