ગિરિરાજધરણને વિવિધ સામગ્રી નો અન્નકૂટ ધરાવી સાથે ભજન કીર્તન થી વાતાવરણ ભક્તિમય બન્યુ હતુ.
હાલ અધિક માસ ચાલી રહ્યો છે. આ માસ દરમિયાન હવેલી સહિતના મંદિરોમાં વિવિધ મનોરથો ઉત્સવો કરવામાં આવે છે. અધિક માસ એટલે વૈષ્ણવ સંપ્રદાયમાં મનોરથનો માસ એમ કહેવાય છે. વૈષ્ણવ દ્વારા ઠાકોરજીને વિવિધ રીતે લાડ લડાવવામાં આવે છે.
ત્યારે દિવની મોઢ મહિલા મંડળની બહેનો દ્વારા કૃષ્ણ ભગવાન ને અન્નકૂટ મા વિવિધ સામગ્રીઓ ધરાવવામાં આવી હતી. શ્રી બાલકૃષ્ણ લાલને હિંડોળે ઝુલાવવાની સાથે પ્રતીક રૂપે નાનકડા ગિરિરાજ પર્વત બનવવામાં આવ્યા હતા. સાથે મંડળની બહેનોએ ભજન કીર્તન ની રમઝટ બોલાવી હતી જેથી વાતાવરણ ભક્તિમય બન્યું હતું.
મંડળની બહેનોએ તેના પરિવાર સાથે સામૂહિક પ્રસાદ ભોજન પણ આરોગ્યુ હતુ. ગોવર્ધન પૂજા અને અન્કોટની વાત કરીએ તો જ્યારે સર્વ શક્તિમાન ભગવાન શ્રીકૃષ્ણએ નિહાળ્યું કે વ્રજવાસીઓ ઈન્દ્રયજ્ઞ કરી રહ્યા છે. ત્યારે ભગવાનશ્રી કૃષ્ણ એ કહ્યું કે તેઓએ ઈન્દ્રની પૂજા છોડી દઈને ગોવર્ધન પર્વતની પૂજા કરવી જોઈએ.
આ વાત જાણીને ઈન્દ્ર ક્રોધીત થાય છે અને વ્રજવાસીઓ પર વિનાશકારી વરસાદ વરસાવે છે. ત્યારે ભગવાન શ્રીકૃષ્ણ પોતાના ડાબા હાથની ટચલી આંગળી ઉપર ગોવર્ધન પર્વતને ઉંચકી લે છે અને બધા વ્રજવાસીઓને તેની છાયામાં સતત સાત દિવસ સુધી આશ્રય આપે છે.
આ પ્રસંગને શ્રીમદ્ ભાગવતના દશમાં સ્કંધમાં ગોવર્ધનલીલા તરીકે વર્ણવવામાં આવ્યો છે જેમાં ભગવાન શ્રીકૃષ્ણએ કહ્યું છે કે ગોવર્ધન પર્વત એ પોતાનું એક સ્વરૂપ છે અને મારા સમાન જ પૂજનીય છે.
સારસ્વત કલ્પના વ્રજવાસીઓએ ગીરીરાજ ગૌવર્ધનને અન્નકૂટ સામગ્રીનો ભોગ ધરાવ્યો હતો. તે ભાવથી આજે પણ ભક્તો દ્વારા આ દર્શનનું આયોજન કરવામાં આવે છે.
અને આવા જ ભાવ સાથે દીવ મોઢ મહિલા મંડળની બહેનો ડોક્ટર શાંતિલાલ શાહના ના પ્લોટ મા દ્વારા ગીરીરાજ પૂજા સાથે અન્નકૂટ દર્શન નું આયોજન કરવામાં આવ્યું હતું. આ ઉત્સવ નુ આયોજન તેમજ સમગ્ર વ્યવસ્થા દીવ મોઢ મહિલા મંડળના પ્રમુખ વિનયબેન એલ. શાહ, ઉપપ્રમુખ સેજલબેન પારેખ તેમજ મૃદુલાબેન એસ. શાહ દ્વારા કરવામાં આવ્યુ હતુ. મંડળની સર્વે બહેનોએ આ ઉત્સવમાં ઉત્સાહભેર ભાગ લીધો હતો. ઉત્સવ ના અંતે પ્રમુખ વિનયબેન એલ શાહે સર્વે મેમ્બરોનો આભાર વ્યક્ત કર્યો હતો.
રીપોર્ટ આહીર કાળુભાઇ