Breaking NewsLocal Issues

પોલીસ પ્રજાનો મિત્ર છે તે સૂત્રને સાર્થક કરતી જૂનાગઢ પોલીસ..અઢી માસની બાળકીની પૂર્ણતઃ સારસંભાળનું બીડું ઉપડતી જૂનાગઢ પોલીસને સલામ..

જૂનાગઢ;  જિલ્લાના ભેસાણ પોલીસ સ્ટેશન વિસ્તારના ખંભાળિયા ગામ ખાતે સીમમાં ધીરુભાઈ રફાળિયાની વાડીમાં રહી, મજૂરી કામ કરતા હિતેશભાઈ સોમાભાઈ નિનામાં, કે જેઓ મૂળ દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાના વડલી ગામના રહેવાસી છે, તેના પત્નિ મનીષાબેન હિતેશભાઈ નિનામાં આદિવાસીએ પોતાની અઢી માસ પહેલા સુવાવડ આવેલ હોઈ, સિઝેરિયન ઓપરેશન કરાવતા, ટાંકા દુખાવો થતો હોય, તેનાથી કંટાળી, તા.  30.07.2020 ના રોજ વાડીના કૂવામાં પડી, આપઘાત કરેલ હતો. આ બાબતે ભેસાણ પોલીસ સ્ટેશન ખાતે અકસ્માત મોત દાખલ કરીને જૂનાગઢ ડિવિઝનના ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજા તથા ભેસાણ પોલીસ સ્ટેશનના પીએસઆઇ આર.એ.જાડેજા દ્વારા તપાસ હાથ ધરવામાં આવેલ હતી. …_

જુનાગઢ રેન્જ ના ડીઆઈજી શ્રી મનિંદર પ્રતાપ સિંઘ પવાર તથા જુનાગઢ જિલ્લા પોલીસ વડા સૌરભ સિંઘ દ્વારા જૂનાગઢ જિલ્લામાં પોલીસ અને પ્રજા વચ્ચે સમન્વય જળવાય તેમજ પોલીસ પ્રજાનો મિત્ર છે, એ સૂત્રને સાર્થક કરવા માટે, અવાર-નવાર જૂનાગઢ જિલ્લાના તમામ પોલીસ અમલદારોને લોક ઉપયોગી કાર્યો કરવા માટે સૂચનાઓ કરવામાં આવેલ છે. જૂનાગઢ જિલ્લા પોલીસ વડા સૌરભ સિંઘ દ્વારા લોક ઉપયોગી કાર્યો કરી, પોલીસ અને પ્રજા વચ્ચે સમન્વયનો સેતુ જળવાઈ અને પ્રજા પોલીસની નજીક આવે ઉપરાંત, પોલીસ પ્રત્યે પ્રજામાં વિશ્વાસનું વાતાવરણ ઊભું થાય, તેવા પ્રયત્નો કરવામાં આવે તેવો ઉદ્દેશ ધરાવે છે…

ભેસાણ તાલુકાના ખંભાળિયા ગામ ખાતે સીમમાં રહી, મજૂરી કામ કરતા હિતેશભાઈ સોમાભાઈ નિનામાં, કે જેઓ મૂળ દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાના વડલી ગામના રહેવાસી હોઈ, મરણ જનાર તેના પત્નિ મનીષાબેન હિતેશભાઈ નિનામાં આદિવાસી, તેને અઢી માસની નાની દીકરી પણ હોઈ, લાશને હોસ્પિટલ ખાતે રાખવામાં આવતા અને મરણ જનાર મનીષાબેનના માતા પિતા દાહોદ ખાતેથી આવવા રવાના થયેલ હોઈ, હિતેશભાઈ નિનામાં સારવારમાં રોકાયેલ હોઈ, અઢી માસની બાળકી નિરાધાર બની ગયેલ હતી. જૂનાગઢ જિલ્લાના પોલીસ વડા શ્રી સૌરભ સિંઘ દ્વારા આપવામાં આવેલ સુચના અન્વયે જૂનાગઢ ડિવિઝનના ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજા ના માર્ગદર્શન હેઠળ ભેસાણ પોલીસ સ્ટેશનના પીએસઆઇ આર.એ.જાડેજા, મહિલા પો.કો. ઉર્વીષાબેન રમેશભાઈ, પૂજાબેન સુરેશભાઈ, મનીષાબેન અરવિંદભાઈ, સહિતની પોલીસ ટીમ દ્વારા મરાણ જનાર આદિવાસી મહિલાની સેવા બે અઢી માસની બાળકીને કોઈ સાર સંભાળ રાખે તેમ ના હોઈ, અઢી વર્ષની બાળકીને પોલીસ સ્ટેશન લાવવામાં આવેલ હતી. ત્યારબાદ ભેસાણ પોલીસ સ્ટેશનના ત્રણેય મહિલા પો.કો. ઉર્વીષાબેન રમેશભાઈ, પૂજાબેન સુરેશભાઈ, મનીષાબેન અરવિંદભાઈ પોતાના કવાર્ટર મા લઈ જઈ, અઢી માસની બાળકી માટે ઘોડિયાની વ્યવસ્થા કરી, નવડાવી કપડાની પણ વ્યવસ્થા કરવામાં આવેલ હતી. ઉપરાંત, મરણ ગયેલ મનીષાબેનની અઢી માસની બાળકી માટે બકરીનું દૂધ ગરમ કરીને પાવાની વ્યવસ્થા પણ કરવામાં આવેલ* હતી…. પોલીસ પ્રજાનો મિત્ર છે, એ સૂત્રને સાર્થક કરી, આના કારણે પોલીસ અને પ્રજા એકબીજાની નજીક આવે તેવા પ્રયત્નો કરવાની જૂનાગઢ પોલીસની સેવાકીય કામગીરીની જુનાગઢ વિસ્તારમાં ઠેરઠેર પ્રશંસા થઈ રહી છે…

રીપોર્ટ બાય સંજીવ રાજપૂત

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

ભાવનગર ખાતે જિલ્લા કલેકટરશ્રી આર.કે.મહેતાના અધ્યક્ષસ્થાને રોડ સેફ્ટી કાઉન્સિલની બેઠક યોજાઈ

ભાવનગર જિલ્લા કલેકટરશ્રી આર.કે.મહેતાના અધ્યક્ષસ્થાને આજે જિલ્લા કલેકટર કચેરીના…

ચોરી થયેલ મોબાઇલ ફોન-૦૪ કિ.રૂ.૨૮,૪૯૯/-ના મુદ્દામાલ સાથે ચાર ઇસમોને ઝડપી પાડતી ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ

પોલીસ મહાનિરીક્ષક શ્રી ગૌતમ પરમાર,ભાવનગર રેન્જ,ભાવનગર તથા પોલીસ અધિક્ષક ડો. શ્રી…

1 of 347

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *