Breaking NewsLocal Issues

પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ટાણા ખાતે સગર્ભા મહિલાઓ માટે આરોગ્ય તપાસણી કેમ્પ યોજાયો

*કેમ્પમાં 73 બહેનોના આરોગ્યની તપાસ કરી જરૂરી દવાઓ તેમજ માર્ગદર્શન અપાયું*
ભાવનગર તા.૧૭ : મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો.એ.કે.તાવિયાડની સુચનાથી તાલુકા હેલ્થ ઓફિસર ડો.જયેશભાઈ વાંકાણીના માર્ગદર્શન હેઠળ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ટાણાના મેડિકલ ઓફિસર ડો.મનસ્વીનીબેન માલવીયા દ્વારા આ કોરોના કહેરમા સગર્ભામાતાની વિશેષ કાળજી રખાઈ અને તેમની તપાસણી, લોહીની તપાસ, હિમોગ્લોબીન તેમજ હાઈ બી.પી. વગેરે અંગે તપાસણી કરીને વિશેષ અભીયાન દ્વારા માતામરણ બચાવવા પ્રયાસરૂપે કેમ્પ તા.૧૬/૦૭/૨૦૨૦ના રોજ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ટાણા ખાતે રાખવામા આવેલ. જેમા સગર્ભાને ૫ મહિનાથી વધુ મહિના વાળી બહેનોની ખાસ તપાસણી થયેલ. જેમા ૮ માતાઓ જોખમી સગર્ભા હતી. જેના પર વિશેષ ધ્યાન, સલાહ-સુચન રાખવામા આવ્યુ. હાલ ૭૩ સગર્ભા માતાની તપાસણી કરાઈ. આ કેમ્પમા ટાણા, કાજાવદર, બુઢણા, દેવગાણાની સગર્ભા માતાએ કેમ્પનો લાભ લીધેલ. આ કાર્યક્રમમા માસ્ક અને સોશ્યલ ડીસ્ટન્સનુ ધ્યાન રાખવામા આવેલ. સવારે ૭ વાગ્યાથી બપોરના ૧ વાગ્યા સુધી આ કેમ્પ યોજાયો હતો. આ કેમ્પને સફળ બનાવવા મેડિકલ ઓફિસર ડો.મનસ્વીનીબેન માલવીયા, ફિમેલ હેલ્થ વર્કર દિનાબેન પારધી, રંજનબેન બારૈયા, આર.બી.એસ.કે. ડો.મનાલીબેન બાલધીયા, શ્રધ્ધાબેન મોરી, પટ્ટાવાળા ઈન્દુબેન, પ્રજ્ઞાબેન તેમજ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની તમામ આશા-આશાફેસીનો સહયોગ મળેલ. જેમાં ફિમેલ હેલ્થ વર્કર શિલ્પાબેન જોષી તથા ફિમેલ હેલ્થ સુપરવાઈઝર કે.કે.પંડ્યાનુ સંકલન રહ્યુ હતુ.

રિપોર્ટર વિપુલ બારડ ભાવનગર

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

ભારતીય બનાવટના ઇંગ્લીશ દારૂની બોટલ નંગ-૧૮૩ કિ.રૂ.૬૧,૭૩૮/-નાં મુદ્દામાલ ઝડપી પાડતી ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ

પોલીસ મહાનિરીક્ષક શ્રી ગૌતમ પરમાર, ભાવનગર રેન્જ, ભાવનગર તથા પોલીસ અધિક્ષક ડો.…

રૂ.૪૦,૦૦૦/-ના ચોરી થયેલ મોબાઇલ ફોન સાથે એક ઇસમને ઝડપી મોબાઇલ ચોરીનો ગુન્હો શોધી કાઢતી ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ

પોલીસ મહાનિરીક્ષક શ્રી ગૌતમ પરમાર,ભાવનગર રેન્જ,ભાવનગર તથા પોલીસ અધિક્ષક ડો.શ્રી…

દેશી બનાવટની પિસ્ટલ કિ.રૂ.૧૦,૦૦૦/- નાં મુદ્દામાલ સાથે એક ઇસમને ઝડપી પાડતી ભાવનગર પેરોલ ફર્લો સ્કવોડ

પોલીસ મહાનિરીક્ષક શ્રી ગૌતમ પરમાર, ભાવનગર રેન્જ, ભાવનગર તથા પોલીસ અધિક્ષક શ્રી…

ભાવનગર યુનિવર્સિટીનાં ઈતિહાસ વિભાગનાં વિદ્યાર્થીઓએ ભારતીય રાષ્ટ્રીય અભિલેખાગારની મુલાકાત લીધી

મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટી - શામળદાસ કોલેજ ના, ઈતિહાસ વિભાગના…

1 of 351

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *