થોડા સમય પહેલા મુકેશ વાઘેલા દ્વારા જુના માલકનેશ ગામે સરપંચ શ્રી દ્વારા થયેલ ભષ્ટ્રાચાર બાબતે તારીખ 02/06/2020 ના પ્રથમ અરજી કરી સરપંચ દ્વારા થયેલ ભષ્ટ્રાચાર ની તપાસ માંગેલ જેમા અમરેલી જીલ્લા વિકાસ અધિકારી દ્વારા તપાસ નો હુકમ પણ કરેલ પરતુ ખાંભા તાલુકા પંચાયત દ્વારા કોઇ કાર્યવાહિ એક મહિના સુધી ના કરેલ તેમજ અરજદાર મુકેશ વાઘેલા દ્વારા તારીખ-14/07/2020 ના રોજ પાછી અરજી કરેલ જેમા હાલ શરુ કામ પેવર બ્લોક નું કામ તાત્કાલિક બંદ કરવા તેમજ ના કરવા મા આવે તો ધરણા ની ચિમકી ઉઠાવેલ ત્યારે તાલુકા વિકાસ અધિકારી-ખાંભા એ તારીખ-21/07/2020 ના રોજ અરજદાર મુકેશ વાઘેલા ને રુબરુ પુરવા સાથે હાજર રહેવા જણાવેલ ત્યારે તારીખ-14/07/2020 ના રોજ તાલુકા વિકાસ અધિકારી ખાંભા દ્વારા શરુ કામ તાત્કાલિક બંદ કરવા તેમજ જ્યા સુધી બીજો હુકમ ના થાય ત્યા સુધી જે કામ છે એ એની એ સ્થિતિ મા રાખવા પત્ર દ્વારા જણાવેલ ત્યાર બાદ સ્થળ તપાસ કરેલ જેમા ભષ્ટ્રાચાર થયેલ હોઇ જે સામે આવ્યું હતું ને દૂધ નું દૂધ ને પાણી નું પાણી જોવા મલ્યુ હતું જેમા સરપંચ દ્વારા રાજકિય લાગવગ ધરાવતા હોઇ ને જે તપાસ કરનાર-Eng.કુલદીપ મકવાણા ની તાત્કાલિક બદલી કરાવેલ જેમા સરપંચ શ્રી દ્વારા તાલુકા વિકાસ અધિકારી એ બીજો હુકમ ના કર્યો હોઇ તો પણ સરપંચ શ્રી દ્વારા પેવર બ્લોક નું કામ શરુ કરેલ જે અરજદાર મુકેશ વાઘેલા દ્વારા કામ જે ગામ ની શેરી મા શરુ હતું ત્યા જઇ કામ અટકાવેલ તેમજ TDO સાહેબ ને ફોન કરી ને જાણ કરેલ પરંતુ એમણે પણ કોઈ જાણ કર્યા વગર શરુ કર્યુ હતું ત્યારે હાલ મુકેશ વાઘેલા દ્વારા જીલ્લા વિકાસ અધિકારી તેજસભાઈ પરમાર સાહેબ ને રુબરુ લેખીત મા અરજી તેમજ રજૂઆત કરી હતી ને જલદી મા જલદી તપાસ પુરી કરી સરપંચ તેમજ જે શામેલ અધિકારી હોઇ તેમને તાત્કાલિક ધોરણે ડીસમીસ કરવા માંગણી કરેલ ત્યારે આજ રોજ અરજદાર મુકેશ વાઘેલા દ્વારા ACB મા અરજી કરેલ તેમજ તપાસ કરી ને ફરિયાદ દાખલ કરવા માંગણી કરેલ છે
હાલ તપાસ હજુ બાકી છે ને આગળ ની કાર્યવાહિ જીલ્લા વિકાસ અધિકારી દ્વારા શું કરવા મા આવે તે જોવા નું રહ્યુ