ન્યુઝબાય : મુરાદ વિરાણી
નારગોલના દરિયા કિનારે દરિયાય ભરતીમાં વ્યાપક ધોવાણથી નવાતળાવ સ્મશાન ભૂમિમાં દરિયાય મોજા ઊછળીયા કમ્પાઉન્ડની પાળને વ્યાપક નુકશાન થતાં સ્થાનિક આગેવાનો દોડતા થયા.
આ અંગે મળતી માહિતી મુજબ હાલે ચોમાસાની શરૂઆત થતાં દરિયામાં તોફાન વધ્યું છે તેમજ હાલે વર્ષની દરિયાની સવથી મોટી ભરતી ચાલી રહી હોવાથી દર વર્ષની જેમ આ વર્ષે પણ ઉમરગામ તાલુકાનાં નારગોલ, તડગામ, સરોન્ડા જેવા ગામોને દરિયાની ભરતીના કારણે નુકશાની વેઠવી પડી છે. ઉમરગામ તાલુકામાં આવેલા અનેક ગામો જ્યાં દરિયાય ભરતીના પાણીથી ધોવાણની સમસ્યા હતી જ્યાં સુરક્ષા દીવાલ નિર્માણ કરવામાં આવી છે જોકે વંચિત રહેલા નારગોલ, તડગામ, સરોન્ડા ગામ આજે પણ દરિયાય ભારતીના ધોવાણથી પીડાય રહિયા છે. નારગોલ બંદરનો કેટલોક વિસ્તાર, માંગેલવાડ, સોનેરીખાડી, નવાતળાવ સ્મશાન ભૂમિ વિસ્તાર તેમજ વનવિભાગની જમીનનું ખાસ્સું ધોવાણ છેલ્લા ત્રણ દિવસમાં થયું છે. ગ્લોબલવોર્મિંગના કારણે 10 વર્ષની અંદર આ વિસ્તારમાં દરિયો 30 ફૂટ આગળ વધ્યો છે. ભૂતકાળમાં વનવિભાગના સેકડો વૃક્ષો દરિયાય ધોવાણની ચપેટમાં આવ્યા છે. દરવર્ષે દરિયો ખેતીની જમીન તથા વસ્તી તરફ આગળ વધી રહિયો હોવાથી વહેલી તકે સુરક્ષા દીવાલ નિર્માણ કરવાની લોક માંગ ઉઠવા પામી છે. આજરોજ દરિયાની ભરતીનું પાણી નારગોલ નવાતળાવ સ્મશાનભૂમિ સુધી ટકરાતાં સ્મશાનભૂમિના કમ્પાઉન્ડના પાળને વ્યાપક નુકશાન થયું છે. તાત્કાલિક પથ્થરોની પાળ નિર્માણ કરી સ્મશાન ભૂમિને થતું મોટું નુકસાનથી બચાવ્યું છે. વહેલી તકે સુરક્ષા દીવાલ નહીં બળે તો સ્મશાન ભૂમિને વ્યાપક નુકશાન થવાની ભીતિ સેવાય રહી છે.