પાલીતાણાનાં શેત્રુંજી ડેમમાં ગઈ કાલે સંજના નાહવા ગયેલ બે યુવકો ડૂબ્યા હોવાના સમાચાર મળ્યા હતા પાલીતાણા ના અગ્રણીઓ અને સ્થાનીક તરવૈયા દ્વારા બન્ને યુવાન ની ડેમ માં શોધખોળ શરૂ કરવામાં આવી હતી જેમાં પાલીતાણા શેત્રુંજી ડેમ ઓફિસર આશિષ બાલધ્યા,પાલીતાણા મામલતદાર કમલેશ વાળંદ સહિતનો કાફલો ઘટના સ્થળે પહોંચ્ચયો હતો અને બંને યુવાનોની શોધ તરવૈયાઓ દ્વારા હાથ ધરવામાં આવી હતી
પાલીતાણા શેત્રુંજી ડેમ ખાતે ગઈકાલના સાંજના પાંચેક વાગ્યાના અરસામાં દરબાર ચોક પાછળ જામવાળી દરવાજા પાસે રહેતા ત્રણ યુવાનો શેત્રુંજી ડેમ ખાતે નાહવા માટે ગયા હતા અને રાત્રી દરમિયાન ઘરે ન આવતા શોધખોળ શરૂ કરવામાં આવી હતી જેમાં શેત્રુંજી ડેમ અધિકારીને જાણ થતા તેઓ દ્વારા તરવૈયાઓ તેમજ ફાયર વિભાગની ટીમને જાણ કરવામાં આવી હતી જેને લઇને પાલીતાણા ફાયર વિભાગ સહિત પાલીતાણા મામલતદાર સાહેબ સહિત પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો અને અને તરવૈયાઓ તેમજ ફાયર વિભાગની ટીમ દ્વારા પૂરી વાત શોધખોળ કરવામાં આવી હતી ત્યારે વહેલી સવારના શોધખોળ બાદ એક યુવકનો મૃતદેહ બહાર કાઢવામાં આવ્યો હતો
જેમાં અબડા સકલેન સદિકભાઈ ઊં,વર્ષ ૧૭ નો મૃતદેહ મળી આવ્યો છે અને પોલીસે મૃતદેહને પીએમ અર્થે પાલીતાણા ની સરકારી હોસ્પિટલ ખાતે મોકલી દેવામાં આવ્યો છે અને પીએમ બાદ તેમના પરિવારજનો દ્વારા મૃતદેહને અંતિમ વિધિ માટે પોતાના ઘરે રવાને કરવામાં આવ્યો છે
ત્યારે શેત્રુંજી ડેમ ખાતે હજી એક યુવાન ડૂબ્યાની આશંકામાં તંત્ર દ્વારા શોધખોળ શરૂ છે
રિપોર્ટ વિજય જાદવ પાલીતાણા