ક્યારેક ક્યારેક કુદરત એવું કરે કે માણસ ને ઈશ્વર પરની શ્રદ્ધા ડગમગી જાય! ડૉ. મેઘનાબા એક યુવા talented ડૉક્ટર હતા જેઓ કેટલાક વર્ષો પહેલા અમેરિકા માં ઉચ્ચ પ્રતિષ્ઠિત મેડિકલ ડિગ્રી હાંસલ કરીને ત્યાં સ્થાયી થયા હતા! અને કોરોના ના મુશ્કેલ સમય માં પોતાની જોખમી ફરજો બજાવતા હતા. દરમ્યાન તેઓને પ્રેગ્નનસી હોવાથી ડિલિવરી દરમ્યાન complications થયા, જેમાંથી બહાર ન આવી શક્યા, પરંતુ એમનું મા વગર નું બાળક બચી ગયુ!
એક યુવા ડૉક્ટર જેમની ચમકતી આંખો માં હજારો કુમળા સપનાં હતા, તેઓનું અકાળે અવસાન થતાં, માતાપિતા, ભાઈ, કુટુંબીજનો ઉપર જે પહાડ તૂટી પડે છે, તેનું વર્ણન અશક્ય છે! માત્ર જેને દુઃખ પડ્યું હોય એજ સમજી શકે! કુદરત એવી તકલીફ કોઈને ન આપે!
મારા ઘણા વિદ્યાર્થી ઓ USA છે, તેઓની સાથે ની ચર્ચા પરથી કહી શકું કે emmergency medical સેવાઓ, USA માં, આપણા જેટલી quick નથી! દરેક નાની નાની વાતોમાં લબોરેટરી test કરાવવાના! Tests વગર કોઈ દવા જ ન આપે! દર્દી પાસે એટલો સમય નથી હોતો! અહીં ભારત માં આપણા ડોક્ટરો clinical knowlwdge અને અનુભવ ને આધારે તુરંત સેવાઓ, દવાઓ ચાલુ કરી દે! 99% cases માં ડોક્ટર્સ સાચા હોય છે, એટલે emmergency માં દર્દીઓ ની જાન બચાવવા બહુ જરૂરી છે. ! કુદરત એવી તકલીફ કોઈને ન આપે
છતાં, show must go on…….
ઈશ્વરે જે કર્યું એ સ્વીકારવા સિવાય આપણી પાસે કોઈ રસ્તો પણ નથી!
મહેન્દ્રસિંહજી અને બા શ્રી નાયના બા, બંને પહેલેથી બહુ સમાજ લક્ષી રહ્યા છે. રાજપૂત સમાજ ની પ્રવૃતિઓ માં હંમેશા સક્રિય રહ્યા છે, પોઝિટિવ કોન્ટ્રીબ્યુશન હમેંશા આપ્યું છે. તેવા સમાજ લક્ષી વ્યક્તિ ને ઘરે આ તકલીફ થઈ તેથી વિશેષ દુઃખ અનુભવિયે છીએ.
પ્રભુ ડૉ. મેઘના બા ના આત્મા ને પરમ શાંતિ અર્પે અને પરિવાર ને સહન કારવાની શક્તિ અર્પે એવી પ્રાર્થના કરીએ.
– જયવિરસિંહ સરવૈયા