મીંદડી ઓ મીંદડી….
મીંદડી ઓ મીંદડી…
વ્હાલી વ્હાલી મીંદડી…(૨)
માંજરી ,સુંદર ..આંખોવાળી રૂપાળી મીંદડી….
પુંછડી હલાવતી આવે..
છાના પગે દોડતી આવે…
કોઈનેય.. ખબર નો પડે …
સહેજ…. ઓ મીંદડી….
મીંદડી ઓ મીંદડી….
વ્હાલી વ્હાલી મીંદડી…(૨)
ખાવાનું નહીં… દૂધ ભાવે…
ઘી બનાવતાં …ભાગતી આવે…
સુગંધ તેને ખેંચી લાવે….
રોજ….. ઓ મીંદડી..
મીંદડી ઓ મીંદડી
વ્હાલી વ્હાલી મીંદડી….(૨)
માંજરી સુંદર આંખોવાળી… રૂપાળી મીંદડી…
મિત્તલ પટેલ
“પરિભાષા”
અમદાવાદ