વિદ્યાસભા અમરેલી ના કેમ્પસ ડિરેક્ટર હસમુખ પટેલે લોકડાઉન દરમ્યાન 200 જેટલા વૃક્ષો વાવવાનો સંકલ્પ કરેલ. લોકડાઉન લંબાતા 333 જેટલા વૃક્ષ વાવી ને લોકડાઉન ના છેલા દિવસ ની અનોખી ઉજવણી કરી. ઉલ્લેખનીય છે કે વિદ્યાસભા કેમ્પસ માં લગભગ 10 હજાર જેટલા વૃક્ષો નો ઉછેર કર્યો છે. શાળામાં વિદ્યાર્થીઓ પણ જન્મદિવસ વૃક્ષ વાવી ને ઉજવે છે. કેમ્પસ ડિરેકટર પટેલની વૃક્ષારોપણ ની પ્રવૃત્તિ અવિરત ચાલુ હોય છે. સમગ્ર કેમ્પસ ગ્રીન કેમ્પસ નજરે પડે છે.
લોકડાઉન પિરિયડ નો સદઉપયોગ કરી અને પ્રકૃતિ સવર્ધના કામ માં પોતાનો 12 વર્ષનો પુત્ર ઘીમંત પણ જોડાય છે.