શક્તિપીઠ અંબાજી ગુજરાત અને રાજસ્થાનની સરહદ પર આવેલું નુ પ્રાચીન અને પવિત્ર તીર્થ સ્થળ છે અંબાજી મંદિર ખાતે માઈ ભક્તો માં અંબાના દર્શન કરવા આવે છે અને દર્શન કરીને ધન્યતા અનુભવે છે . યાત્રાધામ અંબાજીમાં માં અંબાના મંદિર સિવાય પણ અન્ય શિવ મંદિરો આવેલા છે હાલમાં શ્રાવણ માસ નિમિત્તે શિવ મંદિરોમાં માઇ ભકતો મોટી સંખ્યામાં ઉમટતા હોય છે ત્યારે અંબાજી આસપાસ આવેલા શિવ મંદિરોમાં મોટી સંખ્યામાં માઇ ભકતો શિવના દર્શન કરવા ઉમટી પડ્યા હતા અંબાજી દાતા રોડ ખાતે આવેલા નીલકંઠ મહાદેવ ખાતે વિશેષ શણગાર કરવામાં આવ્યો હતો અને ગબ્બર નજીક પહાડો ઉપર આવેલા ડુંગર esvar મહાદેવ ખાતે બરફના અમરનાથ બનાવવામાં આવ્યા હતા.
અંબાજી ખાતે ખોડી વડલી હર્ણેશ્વર મહાદેવ, કૈલાશ ટેકરી, સોમેશ્વર મહાદેવ, કુંભેશ્વર મહાદેવ, રીંછડીયા મહાદેવ, અંબીકેશ્વર મહાદેવ,પરશુરામ મહાદેવ,ઓમકારેશ્વર મહાદેવ , કોટેશ્વર મહાદેવ સહિત વિવિધ શિવ મંદિરો આવેલા છે. હાલમાં શ્રાવણમાસ ચાલતો હોઇ અંબાજી થી દાંતા માર્ગ પર શક્તિ ભુવન પાસે નીલકંઠ મહાદેવ મંદિર આવેલું છે. આજે આ મંદિર ખાતે વિશેષ શણગાર કરવામાં આવ્યો હતો અને અંદાજે 21 હજાર સમુદ્ર મોતી થી પ્રતિમા સ્વરૂપ બનાવવામાં આવ્યું હતું, અહિ આવતા શિવ ભક્તો માટે સાબુદાણાની ખીચડી નો પ્રસાદ આપવામાં આવ્યો હતો સાંજે સુંદર દીવા પ્રગટાવીને શિવજી ની મહાઆરતી કરવામાં આવી હતી. અહી મોટી સંખ્યામાં શિવભક્તો હાજર રહ્યા હતા.અંબાજી થી ત્રણ કિલોમીટર દૂર ગબ્બર પાસે પહાડોમાં આવેલા ડુંગરેશ્વર મહાદેવ ખાતે બરફના શિવલિંગ બનાવવામાં આવ્યા હતા અને અમરનાથ નું સ્વરૂપ આપવામાં આવ્યું હતું, અહી મોટી સંખ્યામાં અંબાજી વાસીઓ અને યાત્રાળુઓ ડુંગરેશ્વર મહાદેવ ના દર્શન કર્યા હતા આ જગ્યા હાલમાંઅંબાજીનું ગુરુશિખર તરીકે જાણીતું બન્યું છે
.પ્રહલાદ પૂજારી અંબાજી