અરવલ્લીના મોડાસા તાલુકાના મરડીયા (વરથું)ગામેથી અન્ન નાગરીક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા મંત્રીશ્રી ગજેન્દ્રસિંહ પરમાર શુભારંભ કરાવશે
કપીલ પટેલ દ્વારા અરવલ્લી
અરવલ્લી જિલ્લામાં સુજલામ સુફલામ જળ અભિયાન થકી છેલ્લા ચાર વર્ષમાં જળ સંચયને લગતા કામો થતા ભૂર્ગભ જળ સ્તર ઉંચા આવવાની સાથે પીવાના પાણી સમસ્યા મહદઅંશે ઘટાડો થયો છે. જયારે સિંચાઇ વ્યવસ્થા સુદ્દઢ બનતા ખેતપેદાશમાં પણ વધારો થયો છે.
જે અંતર્ગત અરવલ્લી જિલ્લામાં પાંચમા તબક્કાના જળ સંચય અભિયાનનો મોડાસા તાલુકાના મરડીયા (વરથું) ગામેથી અન્ન નાગરીક,પુરવઠા અને ગ્રાહક સુરક્ષા મંત્રીશ્રી ગજેન્દ્રસિંહ પરમાર પ્રારંભ કરાવશે.
તા. ૧૯ માર્ચ ૨૦૨૨ શનિવારના રોજ સવારે ૯.૦૦ કલાકે મરડીયાની શ્રીમતી સી.એમ.સથાર હાઇસ્કૂલ ખાતે યોજાનાર કાર્યક્રમમાં સાસંદ શ્રી દિપસિંહ રાઠોડ, અરવલ્લી જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી લાલસિંહજી ચૌહાણ, મોડાસાના ધારાસભ્યશ્રી રાજેન્દ્રસિંહજી ઠાકોર, બાયડના ધારાસભ્યશ્રી જશુભાઈ પટેલ, સિંચાઈ અને ખેત ઉત્પાદન સમિતિના ચેરમેન શ્રીમતી હીરાબા ઝાલા તથા જિલ્લા સમાહર્તા શ્રી ડૉ. નરેન્દ્રકુમાર મીના ઉપસ્થિત રહેશે.
અરવલ્લી જિલ્લામાં છેલ્લા ચાર વર્ષ દરમ્યાન ૨૮૬૨ જળસંચયના કામો થયા છે. જેમાં અલગ અલગ વિભાગ દ્વારા ૯૫૩ તળાવ ઉંડા કરવા અને નવા તળાવોનું નિર્માણ કરવામાં આવ્યું છે જયારે ૧૧૧૪ ચેકડેમ ડીસ્ટિરીંગનના કામો તથા ૨૬૮ ચેકડેમના રીપેરીંગના કામો અને ૨૨૧ કિ.મી લંબાઇની નહોરો તથા કાંસની સફાઇ કરવામાં આવી છે જેના પરીણામે ૧૬૪૩૫ હેકટર વિસ્તાર જમીન નવપલ્લવિત થઇ છે.
જિલ્લામાં ચાલુ વર્ષે સુજલામ સુફલામ જળ અભિયાન -૨૦૨૨ અંતર્ગત તળાવ ઊંડા કરવાના,ખેત-વન તલાવડી , કેનાલ ડીસીલ્ટીંગ, માટીપાળા તથા અન્ય પ્રકારના કુલ ૧૪૦૦ કામોનું આયોજન કરવામાં આવ્યુ