ભરૂચમાં 50 થી વધુ સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સરનો સેમિનાર યોજાયો હતો. જેમાં ભરૂચ જિલ્લામાંથી 50 થી વધુ સોશિયલ મીડિયા ઇન્ફ્લ્યુન્ઝર હાજર રહ્યા હતા. દક્ષિણ ગુજરાત સોશિયલ મીડિયાના ઇન્ચાર્જ સંકેત શર્મા અને ભરૂચ સોશિયલ મીડિયાના સંયુક્ત આયોજનથી ભાજપાના ભરૂચ જિલ્લા પ્રમુખ મારૂતિસિંહ અટોદરિયા અને ગુજરાત પ્રદેશ સોશિયલ મીડિયા ઇન્ચાર્જ મનન દાણી દ્વારા વિશેષ જનસંપર્ક અભિયાન અંતર્ગત આ સંમેલનનું આયોજન કરાયું હતું.
બેઠકમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળની સરકારે 9 વર્ષમાં કરેલાં કામોની છણાવટ કરતું પ્રેઝન્ટેશન રજૂ કરવામાં આવ્યું હતું. દેશના તમામ નાગરિકોને સરકારની યોજનાઓનો લાભ મળે તેવા શુભાશય થી અને લોકો સુધી યોગ્ય માહિતી પહોંચે તે હેતુસર આ ખાસ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે જિલ્લા મહામંત્રી નીરલ પટેલ અને મંત્રી નિશાંત મોદી સહિત મોટી સંખ્યામાં ઈનફ્લએન્સર હાજર રહ્યા હતા.
ભાવેશ મુલાણી, ભરૂચ.