કપિલ પટેલ દ્વારા અરવલ્લી
ધનસુરા તાલુકાના કોલવડા ગામે મોડાસા તાલુકા ડુંગરવાડા જલારામ સેવા ટ્રસ્ટ દ્વારા માનવસેવા ભાવનાથી પ્રેરિત ભવ્ય નેત્ર નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં કુલ 477 દર્દીઓએ આંખોની નિદાન અને તપાસ કરાવી, જેમાંથી 65 દર્દીઓને મોતીયાના ઓપરેશન માટે પસંદગી કરવામાં આવી હતી. આ ઉપરાંત જરૂરિયાતમંદ દર્દીઓને લગભગ 500 ચશ્માનું વિતરણ કરવામાં આવ્યું હતું.
આ સેવાકાર્યનો પ્રેરણાદાયક દીપ પ્રાગટ્ય કોલવડા મહંત શ્રી ધનેશ્વર ગીરી મહારાજ, મહંત શ્રી વિષ્ણુપ્રસાદ અમિત કવિ શાસ્ત્રીના વરદ હસ્તે કરવામાં આવ્યો હતો. સમગ્ર કેમ્પ જીવદયા પ્રેમી શ્રી નિલેશ જોશીના માર્ગદર્શન હેઠળ યોજાયો હતો.
કેમ્પનું આયોજન કોલવડા નિવાસી જગદીશ પટેલ તથા તેમના પરિવાર દ્વારા પિતાશ્રીની સ્વ .કાંતિભાઈ ગોબરભાઇ પટેલ ની પુણ્ય સ્મૃતિ અને શ્રદ્ધાંજલિ સ્વરૂપે કરવામાં આવ્યું હતું, જે સમાજમાં માનવસેવાની ઉત્તમ પ્રેરણા પૂરું પાડે છે.
ડું
ગરવાડા કેમ્પમાં દીપ પ્રાગટ્ય બાલકદાસજી મહંત જોષી નિલેશ જીવદયાપ્રેમી અને હાઈસ્કૂલના પ્રમુખ શ્રી ચીમનભાઈ પટેલ, મંત્રી શ્રી બીપીનભાઈ પટેલ, શ્રી સુનિલ પટેલ તેમજ સમગ્ર ટ્રસ્ટી મંડળનો સક્રિય સહયોગ પ્રાપ્ત થયો હતો. ડોક્ટરોની ટીમ, સ્વયંસેવકો તથા ગ્રામજનોના સહકારથી કેમ્પ શાંતિપૂર્ણ અને સફળતાપૂર્વક સંપન્ન થયો હતો. મહંત ધનગીરી બાપુ. વિષ્ણુપ્રસાદ .મહંત બાલકદાસજી .જીવદયાપ્રેમ નીલેશ જોષી એ જણાવ્યું હતું કે
આ પ્રકારના સેવા કાર્યો સમાજના અંતિમ વ્યક્તિ સુધી આરોગ્યસેવા પહોંચાડવામાં મહત્વપૂર્ણ સાબિત થાય છે અને આયોજકોની માનવસેવાની ભાવનાને વ્યાપક પ્રશંસા મળી રહી
સમગ્ર કેમ્પનું પ્રશંસનીય સંચાલન સેવા ટ્રસ્ટના ભીખુભાઈ બામણીયા અને તેમની ટીમ દ્વારા કરવામાં આવ્યું હતું
















